શોધખોળ કરો

ગુજરાત સરકારના ક્યા ટોચના મંત્રી નીતિન પટેલને મળવા તેમના ઘરે ગયા ? શાનું માર્ગદર્શન લીધું હોવાની છે ચર્ચા ?

કનુભાઈ દેસાઈ અને નીતિન પટેલ બંનેએ આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી છે પણ સૂત્રોના મતે, કનુભાઈ દેસાઈએ નાણાં મંત્રાલયને લગતી બાબતો અંગે માર્ગદર્શન માટે નીતિન પટેલની મુલાકાત લીધી હતી.

અમદાવાદઃ ગુજરાતમાં નવા રચાયેલા ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળે કાર્યભાર સંભાળી લીધો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ પણ કાર્યભાર સંભાળી લીધો છે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મુલાકાત લીધી હતી.

નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ સામેથી નીતિન પટેલના અમદાવાદ સ્થિત નિવાસ સ્થાને ગયા હતા. બંને વચ્ચે લગભગ અડધો કલાક સુધી વાતચીત થઈ હતી. કનુભાઈ દેસાઈ અને નીતિન પટેલ બંનેએ આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી છે પણ સૂત્રોના મતે, કનુભાઈ દેસાઈએ નાણાં મંત્રાલયને લગતી બાબતો અંગે માર્ગદર્શન માટે નીતિન પટેલની મુલાકાત લીધી હતી. નીતિન પટેલ છેલ્લા એક દાયકાની આસપાસના સમયથી નાણાં મંત્રી રહ્યા હોવાથી કનુભાઈ દેસાઈએ તેમની સાથે નાણાંકીય બાબતો તથા બજેટને લગતી બાબતો અંગે માર્ગદર્શન મેળવ્યું હોવાનું કહેવાય છે. 

ગુજરાત સરકારના ક્યા ટોચના મંત્રી નીતિન પટેલને મળવા તેમના ઘરે ગયા ? શાનું માર્ગદર્શન લીધું હોવાની છે ચર્ચા ?

અગાઉ મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શપથ લેતા પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. ભુપેન્દ્ર પટેલે નીતિન પટેલના ઘરે જઈ ચા પણ પીધી હતી. આ પછી તો ત્યાંથી સુભાષ ચોક ખાતે આવેલા મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મહાદેવના દર્શન કર્યા હતા. 

નીતિન પટેલે ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત અંગે પત્રકારો સાથે વાત કરી હતી. તેમજ તેમણે તેમની સાથે પારિવારિક સંબંધો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, ભુપેન્દ્ર પટેલે તેમને જરૂર પડે ત્યારે સલાહ આપવાનું પણ કહ્યું હતું. આ સમયે નીતિન પટેલે નારાજગી મુદ્દે પુછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, બીલકુલ નહીં, યે  આપ સબ લોગ બનાતે હો ઔર આપ સબ હી યે બડી બડી બાતે રખતે હો. જબ નામ ચલતા થા તબ ભી ચલા દીયા. નહીં હુઆ તો ભી ચલા દીયા. અબ મંત્રી મંડલ કી બાત કરેંગે. મંત્રી બનને કે બાદ કીસ કો કૌન સા ડિપાર્ટમેન્ટ દેંગે ઐસી ભી બાત ચલાયેંગે. યે તો આપકા વ્યવસાય હૈ. લેકિન હમારી ભારતીય જનતા પાર્ટી ઇસ પ્રકાર કા સંગઠન હૈ ઔર મેં આજકલ કા નહીં, મૈને બાર બાર બોલા હૈ, મૈં અઠારા સાલ  કા  થા તબ સે જનસંઘ સે લેકે આજદીન તક બીજેપી કા કાર્યકર હું ઔર રહુંગા. કોઈ સ્થાન, જગહ મિલે કી ન મિલે, ઓ બડી બાત નહીં હૈ. લોગો કો પ્રેમ, સ્નેહ ઔર સન્માન વો હી બડી બાત હૈ. ઔર હમારી હી સબ ભાઈ, સબ બહને, જીસકો ભી જો સ્થાન મીલતા હૈ, વો હમારે હી હૈ. 

તેમણે જણાવ્યું હતું કે, હું નારાજ નથી. હું અમિત શાહનું સન્માન કરવા માટે એરપોર્ટ પર પણ જવાનો છું.  બધાને બધું મળે એવું ક્યારેય બનતું નથી. અમે પણ કઠિન નિર્ણયો લીધા છે, નગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય. અમે પણ લોકોને ટિકિટ નથી આપી. દુઃખનું કોઈ કારણ નથી. કઠિન નિર્ણયો લેવા જરૂરી હોય છે. પાર્ટીને જે ઠીક લાગ્યું એ પાર્ટીએ કર્યું. હું 18 વર્ષનો હતો ત્યારથી કાર્યકર્તા રહ્યો છું અને કાર્યકર્તા હંમેશા રહીશ. પાર્ટી જે જવાબદારી આપશે તે સ્વીકારીશ. મહેસાણામાં આપેલા નિવેદન બાબત નીતિન પટેલે કહ્યું. જનતાનો અને મતદારોનું ઋણ સ્વીકાર કરવો એ અમારી પરંપરા છે, મેં જનતાનો ઋણ સ્વીકાર જ કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget