શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં ભારે વરસાદ બાદ હજુ કેટલા રસ્તા છે બંધ, કેટલા ગામોમાં છે અંધારપટ, જાણો વિગત
ગત સપ્તાહે પડેલા ભારે વરસાદના કારણે અનેક નદીઓ અને જળાશયોમાં નવા નીર આવ્યા છે. ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ લોકોને ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું હતું.
![ગુજરાતમાં ભારે વરસાદ બાદ હજુ કેટલા રસ્તા છે બંધ, કેટલા ગામોમાં છે અંધારપટ, જાણો વિગત Gujarat Flood affected 109 way closed and 47 villages without light ગુજરાતમાં ભારે વરસાદ બાદ હજુ કેટલા રસ્તા છે બંધ, કેટલા ગામોમાં છે અંધારપટ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/13213113/flood.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: ગુજરાતમાં 14 થી 16 ઓગસ્ટે ફરી સારાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે સારો વરસાદ નોંધાયો છે.
ગત સપ્તાહે પડેલા ભારે વરસાદના કારણે અનેક નદીઓ અને જળાશયોમાં નવા નીર આવ્યા છે. ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ લોકોને ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું હતું. વેધર વૉચ કમિટીની મળેલી બેઠકમાં અત્યાર સુધી 4 કરોડ રૂપિયા ની ઘરવખરી સહાય ચૂકવી દેવાઈ હોવાનું જણાવાયું હતું. પૂર પ્રભાવિત વિસ્તારો માં મહેસુલી અને કૃષિ વિષયક સર્વે ચાલુ કરી દેવાયો છે.
વરસાદ બાદ હજુ પણ રાજ્યમાં 109 માર્ગો બંધ હાલતમાં છે. જ્યારે 47 ગામોમાં હાલ વીજ પુરવઠો બંધ છે, 600 થી વધારે ગામોમાં વીજ પુરવઠા ઉપર અસર થઈ હતી. 47 ગામોમાં પણ ઝડપથી વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)