શોધખોળ કરો

Gandhinagar: ઘરવિહોણા કુટુંબોને ઘર બાંધવાની સહાયને લઈ જાહેરાત સરકારે કરી મોટી જાહેરાત

Gandhinagar: ગ્રામ્ય ઘરવિહોણા પરિવારોને સન્માનજનક આવાસ ઉપલબ્ધ કરાવવા ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ  નિર્ણય લીધો છે. હવે જ્યાં મફત રહેણાંક પ્લૉટ ફાળવવામાં આવશે ત્યાં જમીન સમતળ કરવા માટે મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત સરકારે ગ્રામ્ય ઘરવિહોણા પરિવારો માટે મહત્વનો નિર્ણય લીધો.
  • મફત પ્લૉટ જમીન સમતળ સહાય રૂ.1000 થી રૂ.5000 થઈ.
  • ગામતળની અસમતળ જમીન સમતળ સહાય રૂ.2 લાખ કરાઈ.
  • આ નિર્ણયથી ગ્રામીણ પરિવારોને ઘર બાંધવામાં સરળતા થશે.

Gandhinagar: ગ્રામ્ય ઘરવિહોણા પરિવારોને સન્માનજનક આવાસ ઉપલબ્ધ કરાવવા ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ  નિર્ણય લીધો છે. હવે જ્યાં મફત રહેણાંક પ્લૉટ ફાળવવામાં આવશે ત્યાં જમીન સમતળ કરવા માટે મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગામડાઓમાં રહેણાંક માટે યોગ્ય જમીન તૈયાર કરવાનું કામ વધુ સરળ બનશે અને પરિવારોને ઘર બાંધવામાં આર્થિક રાહત મળશે.

રાજ્ય સરકારે અગાઉના ઠરાવમાં સુધારો કરીને ઘરવિહોણા ગ્રામીણ કુટુંબોને મકાન બાંધવા માટે ફાળવાયેલ મફત પ્લૉટ દીઠ જમીન વિકાસ / સમતળ ખર્ચ તરીકે મળતી સહાય રૂ. 1,000 પરથી વધારીને રૂ. 5,000 કરી છે. એટલું જ નહીં, ગામતળમાં મફત પ્લોટ ફાળવવા માટેની ખાડા-ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર મળતી સહાય રૂ. 50,000 થી સીધી રૂ. 2 લાખ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. એટલે કે પ્લૉટ સમતળ સહાયમાં પાંચ ગણો અને જમીન સમતળ સહાયમાં ચાર ગણો વધારો કરીને રાજ્ય સરકારે ગ્રામ્ય આવાસ વિકાસને નવી દિશા આપી છે.

આ પણ વાંચો....ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા

ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે તા.17/07/2026ના રોજ ઠરાવ કરીને ગ્રામીણ ઘરવિહોણા લોકોને પોતાનું ઘર બાંધવની સહાયમાં આ વધારો કરી તેમના માટે મકાન બાંધકામ વધુ સરળ બનાવ્યું છે. આ ઠરાવ દ્વારા લેવાયેલો આ નિર્ણય ખાસ કરીને એવા ગામો માટે આશીર્વાદરૂપ બનશે કે જ્યાં રહેણાંક માટે ફાળવવામાં આવતી મફત પ્લોટ માટેની જમીન અસમતળ અથવા ખાડા-ટેકરાવાળી હોવાથી ઘર વિહોણા પરિવારોને મકાન બાંધવામાં મુશ્કેલીઓ પડતી હતી. હવે સરકારના વધારેલ સહાયના કારણે પરિવારોને જમીન વિકાસનો ખર્ચ ઘટશે અને લાભાર્થીઓ ઝડપથી પોતાનું પાકું ઘર બનાવી શકશે.

રાજ્ય સરકારે વર્ષોથી ગ્રામ્ય વિસ્તારોના ઘરવિહોણા પરિવારોને 100 ચોરસ વારના મફત રહેણાંક પ્લૉટ ફાળવવાની યોજના અમલમાં મૂકી રહી છે. નવા સુધારા દ્વારા આ યોજનાને વધુ અસરકારક અને વ્યવહારુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી લાભાર્થીઓને માત્ર પ્લૉટ જ નહીં પરંતુ મકાન બાંધવા માટે યોગ્ય અને સમતળ જમીન પણ ઉપલબ્ધ થઈ શકે. આ નિર્ણયથી ગામોના આયોજનબદ્ધ વિકાસને પ્રોત્સાહન મળશે, રહેણાંક સુવિધાઓ વધુ સુદૃઢ બનશે અને ગ્રામ્ય ઘરવિહોણા પરિવારોનું પોતાના ઘરનું સપનું વધુ ઝડપથી સાકાર થશે.

Frequently Asked Questions

ગુજરાત સરકારે ગ્રામ્ય ઘરવિહોણા પરિવારો માટે કયો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે?

સરકારે મફત રહેણાંક પ્લોટ ફાળવવામાં આવે છે ત્યાં જમીન સમતળ કરવા માટે મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આનાથી ઘર બાંધવામાં આર્થિક રાહત મળશે.

મફત રહેણાંક પ્લોટ દીઠ જમીન સમતળ કરવા માટે મળતી સહાયમાં કેટલો વધારો થયો છે?

આ સહાય રૂ. 1,000 પરથી વધારીને રૂ. 5,000 કરવામાં આવી છે. આ પાંચ ગણો વધારો છે, જે ઘર બાંધવા માટે મદદરૂપ થશે.

ગામતળમાં ખાડા-ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર મળતી સહાયમાં કેટલો વધારો થયો છે?

આ સહાય રૂ. 50,000 થી સીધી રૂ. 2 લાખ સુધી વધારવામાં આવી છે. આ નિર્ણય જમીન વિકાસનો ખર્ચ ઘટાડશે.

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

આ નિર્ણય ગ્રામ્ય ઘરવિહોણા પરિવારોને સન્માનજનક આવાસ ઉપલબ્ધ કરાવવા અને તેમને ઘર બાંધવામાં આર્થિક રાહત આપવા માટે લેવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Embed widget