ગુજરાતીઓ હેલ્મેટ પહેર્યા વગર બાઇક લઈને નિકળતાં પહેલા વાંચી લો આ સમાચાર, સરકારે હાઈકોર્ટમાં શું કહ્યું?
ગુજરાતમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમો કડક થાય તેવા સંકેતો મળી રહ્યા છે. આજે ગુજરાત હાઈકોર્ટમાં સરકારે હેલ્મેટના પાલન મુદ્દે ખાતરી આપી હતી.

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમો કડક થાય તેવા સંકેતો મળી રહ્યા છે. આજે ગુજરાત હાઈકોર્ટમાં સરકારે હેલ્મેટના પાલન મુદ્દે ખાતરી આપી હતી. ત્યારે હવે હેલ્મેટ પહેર્યા વગર બાઇક લઈને નીકળતાં હોય તો ચેતી જજો. નહીંતર પોલીસ દંડ ફટકારશે.
હેલ્મેટ પહેરવાના નિયમનો કડકાઈથી અમલ કરવાના સંકેત મળી રહ્યા છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને કહ્યું, હેલ્મેટના કાયદાનું કડકાઇથી પાલન કરાવો. લોકોની સુરક્ષાની બાબતની અમલવારી થવી જ જોઈએ. શા માટે સરકાર ઢીલાશ રાખે છે? ત્યારે સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી કે, નિયમની કડક અમલવારી કરાવાશે.
આ પહેલા ચૂંટણી વખતે હેલ્મેટનો મુદ્દો ઉઠ્યો હતો. આર.સી. ફળદુએ હેલ્મેટ મરજિયાતનું કહ્યું હતું. પછી મામલો કોર્ટમાં પહોંચતા સરકારે યુ ટર્ન લીધો હતો અને હેલ્મેટ ફરજિયાત જ હોવાનું કોર્ટને કહ્યું હતું.
અમદાવાદ: ઉનાળાની શરૂઆત થતા જ લોકોને આકરા તાપનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં હવે હવામાન વિભાગે 25 માર્ચથી 3 દિવસ હિટવેટની આગાહી કરી છે. જેથી લોકો વધુ આકરો તાપ સહન કરવો પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કચ્છ, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, જૂનાગઢ જીલ્લામાં હીટવેવની આગાહી
કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના મતે શુક્રવારથી તાપમાનનો પારો 2થી 4 ડિગ્રી સુધી વધશે. તો આજે રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટ, જૂનાગઢ અને અમરેલી શહેરમાં નોંધાઈ છે.
તો બીજી તરફ આજે ગીરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા. જો કે, આ વાદળોને કારણે કઠોળના પાકોમાં નુકશાન થવાની ભીતિ છે. જેમા મગ, અડદ, કેસર કેરી સહિતના પાકોને નુકશાન થઈ શકે છે. વાદળોને જોઈ જગતનો તાત ચિંતામાં મુકાયો હતો. નોંધનિય છે કે આ પહેલા તાઉતે વાવાઝોડાને કારણે આંબા વૃક્ષ ધરાશાયી થતા ખેડૂતોને ભારે નુકશાન થયું હતું. હવે આવું વાદળછાયું વાતાવરણ રહેશે અથવા કમોસમી વરસાદ થશે તો જગતના તાતને પડ્યા પર પાટું જેવો ઘાટ થશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
