શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં રાત્રિ કરફ્યૂવાળા ચાર શહેરોમાં ST બસોના પ્રવેશને લઈને શું લેવાયો મોટો નિર્ણય?
રાત્રિ કર્ફ્યૂને લીધે STએ શહેરમાં 7 સ્થળે પિક-ડ્રોપ પોઈન્ટ નક્કી કર્યા
અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિત ચાર શહેરમાં રાત્રિ કર્ફ્યૂને કારણે એસટી બસ સવારે 7થી રાત્રે 8 સુધી જ દોડશે. અન્ય શહેરોમાંથી આવતી લાંબા અંતરની બસોને કર્ફ્યૂ દરમિયાન શહેરમાં પ્રવેશ આપ્યા વગર બાયપાસ કરાશે. પેસેન્જરોની સુવિધા માટે અમદાવાદમાં સનાથલ ચોકડી, અસલાલી, એક્સપ્રેસ હાઇવે રિંગ રોડ, હાથીજણ, લાલ ગેબી સર્કલ, અડાલજ ચોકડી અને કોબા સર્કલ ખાતે બસ ઉભી રહેશે.
એજ રીતે વડોદરામાં ડુમસ ચોકડી, કપુરાય ચોકડી, ગોલ્ડન ચોકડી, જીએનએફસી, છાણી જકાત નાકા, સુરતમાં મરોલી ચોકડી, કડોદરા ચોકડી, કામરેજ ચોકડી, ઓલપાડ ચોકડીથી તેમજ રાજકોટના ગોંડલ ચોકડી, ગ્રીન લેન્ડ ચોકડી, માધાપર ચોકડી ખાતેથી રાત્રે બસ મળશે. રાતે અમદાવાદથી આવતી જતી 450 બસ, વડોદરાથી આવતી જતી 531, સુરતથી આવતી જતી 395 બસ બંધ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement