મહિલાએ ચપ્પુના 32 ઘા મારી પતિની હત્યા કરી હોવાના કેસમાં થઈ હતી આજીવન કેદ, હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, ગુનાની કબૂલાત કરવા માત્રથી ગુનો પુરવાર થયેલો ગણાય નહિ. સંજોગો આધારિત કેસમાં પુરવાઓની કડી પૂર્ણ થવી જરૂરી.
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે પતિની હત્યાના કેસમાં મોટો ચુકાદો આપ્યો છે અને મહિલાને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, ગુનાની કબૂલાત કરવા માત્રથી ગુનો પુરવાર થયેલો ગણાય નહિ. સંજોગો આધારિત કેસમાં પુરવાઓની કડી પૂર્ણ થવી જરૂરી. પતિને ચપ્પુના 32 ઘા મારીને મોતને ઘાટ ઉતારવાના ચકચારી કિસ્સામાં હાઇકોર્ટે પત્નીની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
પત્નીને ટ્રાયલ કોર્ટે કરેલી સજા હાઇકોર્ટે રદ્દ કરી છે. ઘર કંકાસથી કંટાળીને ત્રસ્ત બનેલી પત્નીએ પોતાના પતિને ચપ્પુના 32 ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો આરોપ હતો. 2011માં કચ્છના ભુજમાં બનાવ બન્યો હતો. માહિલા છેલ્લા 10 વર્ષથી જેલમાં બંધ હતી. 2013માં ભુજ સેશન્સ કોર્ટે મહિલાને આજીવન કેદની સજા ફટકારી હતી.
હાઇકોર્ટે 50 વર્ષીય મહિલાને નિર્દોષ છોડવાનો હુકમ કરતાં હવે એક દાયકા બાદ મહિલાનો છૂટકારો થશે. મહિલાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મફત કાનૂની સહાય વતી એડવોકેટ દીપિકા બાજપાઈએ મહિલાનો કેસ લડ્યો હતો.
Vadodara : પત્ની-પુત્રીના હત્યારા તેજસને અન્ય યુવતી સાથે હતા સંબંધ, પ્રેમિકા સાથે રહેવા કરી હત્યા
વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં 35 વર્ષીય યુવતીની પુત્રી સાથે મળી આવેલી લાશ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પત્ની શોભના પટેલ અને પુત્રી કાવ્યાની પતિ તેજસે જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પહેલા બંનેને ઝેરી દવા પીવડાવી બાદમાં ઓશીકાથી મોં દબાવી હત્યા કરી નાંખી હતી. પી.એમ રિપોર્ટમાં ઝેર પીવાથી મોત થયું હોવાનો ખુલાસો થયો હતો.
આ મામલે ડીસીપી ઝોન 4 લખધીર સિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પ્રેમ પ્રકરણમાં પતિએ પત્ની અને પુત્રીની હત્યા કરી હતી. પતિ પ્રેમિકા સાથે રહેવા માંગતો હતો. ઘર જમાઈ તરીકે રહેવા છતાં પતિએ પત્ની અને પુત્રીની હત્યા કરી. આરોપી પતિ તેજસ પટેલે હત્યાને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. ડોક્ટર દ્વારા પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. 6 વર્ષથી પતિ-પત્ની વચ્ચે ખટરાગ હતો.
બે દિવસ પહેલા શહેરના સમા વિસ્તારમાં 35 વર્ષીય યુવતીની પુત્રી સાથે હાલતમાં ઘરમાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. માતા-પુત્રીનું મોત થયું હોવાની જાણકારી મળતાં પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. ઘર જમાઇ તરીકે રહેતા પતિ તેજસ પટેલની પોલીસે ધરપકડ કરી હતી.
શહેરના સમા વિસ્તારમાં ચંદન પાર્ક સોસાયટીમાં આવેલા બે માળના મકાનમાંથી 35 વર્ષીય શોભના તેજસ પટેલ અને 5 વર્ષીય પુત્રી કાવ્યાની હત્યા કરવામાં આવી હતી. શંકાસ્પદ મોતને પગલે એસીપી ભરત રાઠોડે નિવેદન આપ્યું હતું કે, હાલમાં બંને માતા પુત્રીના શંકાસ્પદ મૃતદેહો મળ્યા છે. પીએમ બાદ જ મોતનું કારણ સામે આવશે. મહિલાના પતિની પોલીસે અટકાયત કરી છે. મૃતક મહિલાનો પતિ ઘર જમાઈ તરીકે રહેતો હતો.
તેમણે જણાવ્યું હતું કે, વહેલી સવારે 2 વાગ્યે બંનેને ગોપીનાથ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં બંનેને મૃત જાહેર કરતાં સમા પોલીસે એડી દાખલ કરી છે. હાલ બંનેને પીએમ માટે લઈ આવ્યા છીએ. પતિ-પત્ની વચ્ચે સામાજિક પ્રશ્નો મુદ્દે તકરાર થતી હતી. પીએમ નોટ આવે પછી જ વધુ કાર્યવાહી કરવામાં આવશે.
જ્યારે જામનગરમાં જામજોધપુરના સડોદર ગામે પતિએ પત્ની અને માસુમ પુત્રને પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. બંનેને સારવાર માટે જી.જી. હોસ્પિટલ જામનગર ખસેડાયા હતા. પુત્ર રડતો હોવાથી તને સાચવતા આવડતું નથી તેમ કહી તકરાર કરી માતા પુત્ર ઉપર પેટ્રોલ છાંટી હત્યાનો પ્રયાસ કરી ફરાર થયો છે. દાહોદનો મારવાડી પરિવાર ખેત મજુરી કામ માટે આવ્યો હતો અને સડોદર ગામે ઝૂંપડું બાંધી રહે છે. ગઈ રાતની ઘટના છે.