શોધખોળ કરો

લવ જેહાદના કાયદાને લઈ મોટા સમાચારઃ ગુજરાત હાઈકોર્ટે શું આપ્યો મોટો હુકમ?

આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહીં. બળજબરી, દબાણ કે લોભ લાલચ લગ્ન થયા છે, તેવું પુરવાર કર્યા સિવાય એફઆઈઆર થઈ શકશે નહીં, તેઓ હાઇકોર્ટે હુકમ કર્યો છે. 

અમદાવાદઃ ગુજરાતમાં લવ જેહાદના કાયદાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે મનાઈ હુકમ આપ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. 

આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહીં તેવું હાઈકોર્ટનું અવલોકન છે. બળજબરી, દબાણ કે લોભ લાલચ લગ્ન થયા છે, તેવું પુરવાર કર્યા સિવાય એફઆઈઆર થઈ શકશે નહીં, તેઓ હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. 

સ્કૂલોમાં 50 ટકા ફી માફી માટે ની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટ માં જાહેરહિતની અરજી

અમદાવાદઃ ગુજરાતમાં સ્કૂલ માફી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્કૂલોમાં 50 ટકા ફી માફી માટેની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. સરકાર દ્વારા ફી ઘટાડા અંગે નિર્ણય નહીં લેવાતા વાલી મંડળે જાહેરહિતની અરજી કરી છે. 

હાઇકોર્ટમાં અરજદારની રજુઆત છે. કોરોનાને કારણે લોકોના ધંધા રોજગાર પર મોટી અસર થઈ, જેથી આવક પણ ઓછી થઈ. રાજ્ય સરકાર તરફથી 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 25 ટકા ફી માફી આપવામાં આવી હતી. આ વર્ષે ફી માફી માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ફી ઘટાડા અંગે સરકાર જરૂરી નિર્ણય લે એવા નિર્દેશોની માંગ સાથે ઓલ ગુજરાત વાલી મંડળે અરજી કરી છે. 

Surat : ગર્ભવતી યુવતીએ બે વર્ષીય પુત્રની હત્યા કરી બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને કરી લીધો આપઘાત

સુરતઃ સુરતના કડોદરામાં સગર્ભા માતાએ પુત્રની હત્યા કર્યા બાદ ચોથા માળેથી કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બંધ ઘરમાંથી દીકરાનો મૃતદેહ મળી આવ્યો છે. સગર્ભા અને પુત્રના મોતને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.  કડોદરા શ્રીનિવાસ ગ્રીનસીટી સાંઈ યુનિકમાં મહેશ જિલાજીત પાંડે (મૂળ- ઉત્તર પ્રદેશ) પત્ની બિનિતાદેવી (ઉ.વ.૩૨), પુત્ર આર્યન અને ક્રિષ્ના (ઉ.વ.૨) તેમજ પિતાજી જીલાજીત પાંડે સાથે રહે છે. તેમજ સુરતના સચીન ખાતે સંચા મશીનમાં કામ કરે છે. 

બિનિતાદેવી હાલ પાંચ માસની ગર્ભવતી હતી. મંગળવારે રાતે બિનિતાદેવી પોતાના બંને પુત્રો આર્યન અને ક્રિષ્ના સાથે રૂમમાં ઉંઘી ગઈ હતી. જ્યારે બીજા રૂમમાં મહેશ પાંડે પિતા જીલાજીત સાથે ઉંઘી ગયા હતા. દરમિયાન વહેલી સવારે ચાર વાગે સુરતના ઉધના ખાતે રહેતી પોતાની નણંદ સીમાને ફોન કરી પોતે નાના પુત્ર ક્રિષ્નાને મારી નાખી બિલ્ડિંગના અગાસીમાં જઇ નીચે કુદી આત્મહત્યા કરૃં છું તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. આ પછી તેણે નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો. 

કડોદરા પોલીસે હાલ મહેશ પાંડેની ફરિયાદ લઇ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ક્રિષ્નાની લાશનું પીએમ કરાવતા શ્વાસ રુંધાવાથી મોત થયાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. પોલીસે બિનિતાદેવી વિરૃધ્ધ બે વર્ષના પુત્ર ક્રિષ્નાની હત્યા અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. 

સુરતના કડોદરા વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીમાં આવેલા યુનિક એપોર્ટમેન્ટમાં રહેતી સગર્ભાએ ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. મહિલાએ આપઘાત કર્યા બાદ તેના ઘરમાં તપાસ કરતાં તેનો અઢી વર્ષનો મૃત બાળક પણ મળી આવ્યો હતો, જેથી પ્રાથમિક તબક્કે મહિલાએ પુત્રની હત્યા કર્યા બાદ કૂદીને આપઘાત કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ કડોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અલગ અલગ દીશામાં તપાસ કરી રહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Embed widget