શોધખોળ કરો
ગુજરાતની અદાલતોમાં ફિઝિકલ હિયરિંગને લઈને હાઈકોર્ટે બહાર પાડ્યો નવો સર્ક્યુલર, ક્યાં શરૂ થશે ફિઝિકલ હિયરિંગ
જિલ્લા અદાલતોના ફીઝીકલ હિયરિંગ બાબતે હાઈકોર્ટે નવો સર્ક્યુલર બહાર પાડ્યો હતો. જ્યાં કોરોનાના 100થી ઓછા એક્ટિવ કેસ છે તેવી જિલ્લા અદાલતોમાં ફીઝીકલ હિયરિંગ શરૂ કરવા બાબતનો સર્ક્યુલર કરવામાં આવ્યો છે.

તસવીરઃ ગુજરાત હાઈકોર્ટ
અમદાવાદઃ જિલ્લા અદાલતોના ફીઝીકલ હિયરિંગ બાબતે હાઈકોર્ટે નવો સર્ક્યુલર બહાર પાડ્યો હતો. જે જગ્યાઓએ કોરોનાના 100થી ઓછા એક્ટિવ કેસ છે તેવી જિલ્લા અદાલતોમાં ફીઝીકલ હિયરિંગ શરૂ કરવા બાબતનો સર્ક્યુલર કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર, વલસાડ અને તાપી જિલ્લાની અમુક અદાલતો આજથી ફીઝીકલ હિયરિંગ માટે શરૂ થશે.
સુરેન્દ્રનગર જિલ્લાની મુળી, સાયલા, પાટડી અને થાનગઢ તાલુકાની અદાલતો ફીઝીકલ હિયરિંગ માટે શરૂ થશે. તાપી જિલ્લાની દોલવણ, નિઝર, સોનગઢ અને ઉચ્છલ તાલુકાની અદાલતો ફીઝીકલ હિયરિંગ માટે શરૂ થશે. વલસાડની કપરાડા અને ઉંબેરગાવ તાલુકાની અદાલત ફીઝીકલ હિયરિંગ માટે શરૂ થશે.





વધુ વાંચો






















