શોધખોળ કરો
Advertisement
હાઈકોર્ટનું અવલોકનઃ ભૂપેન્દ્રસિંહ ભ્રષ્ટ આચરણ કરીને ચૂંટણી જીત્યા, ક્યા અધિકારીને પણ ગણાવ્યા ભ્રષ્ટ ?
હાઈકોર્ટના જજ જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે આજે આપેલા મોટા ચુકાદામાં કાયદા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીતને રદ કરી દીધી છે.
અમદાવાદઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારના શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીમાં થયેલી જીતને ગુજરાત હાઈકોર્ટે રદ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે.
હાઈકોર્ટના જજ જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે આજે આપેલા મોટા ચુકાદામાં કાયદા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીતને રદ કરી દીધી છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અમદાવાદ જિલ્લાની ધોળકા બેઠક પરથી માત્ર 327 મતે ચૂંટણી જીત્યા હતા.
હાઈકોર્ટે ચુડાસમાની જીતને રદ કરી દેતાં ચોંકાવનારાં અવલોકનો કર્યાં છે. હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે, આ બેઠકની ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી. હાઈકોર્ટે ચૂંટણી અધિકારી ધવલ જાનીની ભૂમિકા પર પણ આકરાં અવલોકન કર્યાં છે. હાઈકોર્ટે કહ્યું છે કે, ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ફાયદો કરાવવા માટે ધવલ જાનીએ ચૂંટણી અધિકારી તરીકેની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. હાઈકોર્ટે સૌથી ચોંકાવનારું અવલોકન એ કર્યું કે, ભ્રષ્ટ આચરણ કરીને ભુપેન્દ્રસિંહ ચુડાસમા ચૂંટણી જીત્યા હતા તેથી તેમની ચૂંટણી રદ કરવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement