શોધખોળ કરો

ગુજરાતમાં કાળઝાળ ગરમીઃ લોકોને ગરમીમાં જરૂર વગર બહાર ન નીકળવા અપીલ

રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ સિવીયર હિતવેવની આગાહી છે. કચ્છમાં પાંચ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે 2 દિવસ સિવીયર હિટવેવની આગાહી  છે.

અમદાવાદઃ રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ સિવીયર હિતવેવની આગાહી છે. કચ્છમાં પાંચ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે 2 દિવસ સિવીયર હિટવેવની આગાહી  છે. આ દરમિયાન તાપમાન 45 ડિગ્રી સુધી જઇ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના શહેરોમાં સિવીયર હિતવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. અત્યાર સુધીનું સૌથી વધુ ગરમીનું તાપમાન કંડલામાં 45 ડિગી તાપમાન નોંધાયુ છે. 

બે દિવસથી રાજ્યના 10 શહેરમાં 41 થી 44 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું. બે દિવસ બાદ 2 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે. જોકે ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. લોકોને ગરમીમાં જરૂર વગર બહાર નહિ નીકળવા અને સ્વ બચાવ માટે વિવિધ ઉપાય કરવા કરાઈ અપીલ. રાજકોટ, અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, કચ્છ, જૂનાગઢ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

રાજ્યમાં એપ્રિલ મહિનામાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.  શુક્રવારે રાજ્યના નવ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર નોંધાયો હતો. અમદાવાદ સહિત ચાર શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થઈ ગયો છે. તો અમદાવાદમાં આજે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ માટે રાજ્યના કેટલાક શહેરોમાં યલો અને ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદમાં સામાન્ય રીતે મે મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થતો હોય છે. પરંતુ આ વર્ષે એપ્રિલમાં જ ગરમીએ નવો રેકોર્ડ સર્જીને તાપમાન 44 ડિગ્રીને પાર થઈ ગયું છે. છેલ્લા દસ વર્ષમાં એપ્રિલમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હોય તેવુ પ્રથમવાર બન્યું છે. 27 એપ્રિલ 1958એ 46.2 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ નોંધાયો હતો. આ વખતે જે ગરમીનો પારો ઉંચકાય રહ્યો છે તે જોતા 64 વર્ષનો જૂનો રેકોર્ડ તૂટે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શનિવારે અને રવિવારે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સુરેંદ્રનગર,મોરબી, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  જ્યારે ગાંધીનગર, મહેસાણા,સાબરકાંઠા,રાજકોટ, અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ અને અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રી પર પહોંચી ગયો હતો. ડીસા અને ગાંધીનગરમાં ગરમીનો પારો 43.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. રાજકોટમાં ગરમીનો પારો 43.7 ડિગ્રી પર પહોંચ્યો હતો. વડોદરા અને કેશોદમાં ગરમીનો પારો 43.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. ભૂજમાં ગરમીનો પારો 42.4 ડિગ્રી પર પહોંચ્યો હતો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget