શોધખોળ કરો

Gujarat Monsoon: રાજયમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા

10 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે. જેને લઈ માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ રહેશે.

Gujarat Monsoon:  ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડના પ્રારંભની ઘડીઓ ગણાઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 10  અને 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે. 10 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે. જેને લઈ માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ રહેશે.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ દ્વારા બુધવારે વલસાડ-દમણ, ગુરુવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ-અમરેલી-ભાવનગર-બોટાદમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ,વડોદરા, જુનાગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાઇ છે. આગામી પાંચ દિવસ અન્યત્ર જ્યાં ભારેથી અતિભારે ભારે વરસાદ પડી શકે છે તેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, તાપી, સુરત, ભરૂચનો પણ સમાવેશ થાય છે.

સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી મુશળધાર વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાને લઈને હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં પણ પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા. હિંમતનગર તાલુકાના હડિયોલ ગામે વરસાદ વરસવાનોને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સવારે 8:00 વાગ્યાથી લઈ 10:00 વાગ્યા સુધીમાં 3:30 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેને લઈને હડિયોલ ગામમાં પાણી ભરાવાના બનાવ સામે આવ્યા હતા. હડિયોલ ગામની આજુબાજુ બિનખેતીના પ્લોટ નું પુરાણ થયું હોવાની લઈને પાણીનો નિકાલ અશક્ય બને છે, જેને લઈને હાલતો વિસ્તારના 60 જેટલા પરિવારો વરસાદી પાણીમાં પરેશાન બની ચૂક્યા છે.

ડીસાના આખોલ ચોકડી ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા

બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા છે. ડીસાના આખોલ ચોકડી ઉપર ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. સામાન્ય વરસાદમાં હાઇવે ઓથોરિટીની પોલ ખુલી ગઈ છે. હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે વાહનોની લાંબી કતારો લાગી છે. સામાન્ય વરસાદમાં જ હાઇવે ઉપર ઠેર ઠેર પડેલા ખાડાથી પાણી ભરાયા છે. દર વર્ષે આખોલ ચોકડી ઉપર પાણી ભરાય છે, જેને લઈ લોકોને હાલાકી પડે છે.

દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ છે. ઝાલોદ, લીમડી, સંજેલી, ગરબાડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ છે. દાહોદ- સંજેલી મા ધોધમાર વરસાદ છે. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ શરૂ થતાં લોકોને ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે.

 મહેસાણા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. ઊંઝામાં ભારે વરસાદના કારણે અંડર પાસમાં પાણી ભરાયાં છે. અંડર પાસમાં પાણી ભરાતાં સ્કૂલ બસ ગરકાવ થઈ હતી. મહેસાણા,વિજાપુર,વિસનગર વડનગર,ખેરાલુ,બેચરાજી, જોટાણા,મોઢેરા સહિતના શહેરોમાં વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુસળધાર વરસાદ છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી છે.

 મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ છે. જિલ્લાના સંતરામપુર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે સંતરામપુર તાલુકામાં વરસાદી માહોલ તો જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ કાળા ડિંબાગ વાદળો આકાશમાં ઘેરાયા છે. સંતરામપુર શહેર તેમજ ગોઠીબ હીરાપુર ઉખરેલી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. .

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Embed widget