Gujarat Weather: રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી છે.
Gujarat Weather: રાજ્યમાં ચોમાસું જામ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ નાઉ કાસ્ટ જાહેર કર્યુ છે. ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના છે. જ્યારે મહીસાગર, ગાંધીનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી છે.
રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગાહી મુજબ:
- આજે (29 જૂન): બનાસકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની શક્યતા.
- 30 જૂન: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા.
- 1 જુલાઈ: પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા.
- 2 જુલાઈ: નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા.
- 3 જુલાઈ: બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા.
રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરમાં વરસાદી માહોલ છવાતા બપોરે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભારે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સારો વરસાદ થતા રાજકોટ શહેરના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની પોલ ખુલી હતી. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા હતા. માત્ર એક ઈંચ વરસાદમાં 150 ફૂટ રિંગ રોડ પાણી પાણી થયું હતું. અમિન માર્ગના છેડે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા.
સામાન્ય વરસાદમાં રાજમાર્ગો પર જળબંબાકાર થયા હતા. એસ્ટ્રોન ચોકના નાળામાં વરસાદી પાણી ભરાતા ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હેમુ ગઢવી હોલ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. રાજકોટ પ્રશાસનના પાપે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે, દર વર્ષની આ સ્થિતિ છતાં પ્રશાસન સુધરવા તૈયાર નથી. રાજકોટ મનપાનું નઘરોળ પ્રશાસન ક્યારે સુધરશે એ મોટો સવાલ છે.
રાજકોટ મનપાની પ્રિ-મોનસૂન કામગીરી એક ઈંચ વરસાદમાં ડુબી ગઈ છે. રાજકોટમાં આજે ધોધમાર વરસાદની આગાહી છે. રાજકોટમાં આજે અત્યાર સુધીમાં દોઢથી બે ઈંચ સુધીનો વરસાદ થયો છે. રાજકોટમાં અનેક ઠેકાણે વાહનો બંધ થયાની ફરિયાદ છે. રાજકોટ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે. કાલાવડ, લોધિકા, આટકોટ તાલુકામાં પણ વરસાદ છે.