Gujarat Monsoon: રાજ્યમાં વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે, 24 જુન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે. ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા વધી છે. પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસું હવે આગળ વધશે.
Gujarat Monsoon Update: રાજ્યમાં વરસાદ અંગે મહત્વના સમાચાર છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદનું યેલો (Rain yellow alert in state) અને ઓરેન્જ અલર્ટ અપાયું (orange alert) છે. દક્ષિણ ગુજરાત (South Gujarat) અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં (saurashtra) અતિભારે વરસાદની આગાહી છે. આજે વલસાડ,દમણ,દાદરાનગર નગર હવેલી વરસાદનું ઓરેન્જ અલર્ટ છે, જ્યારે તાપી,સુરત,ભરૂચ નર્મદા ,જૂનાગઢ, અમરેલી,ભાવનગર,યેલો અલર્ટ છે. આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના ડાયરેકેટર એ.કે.દાસે કહ્યું, (Ahmedabad IMD Director A K Das) આવતીકાલે સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, બોટાદ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. 24 જુન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે. ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા વધી છે. પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસું હવે આગળ વધશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, આ વિસ્તારોમાં 0.5 થી 1 ઇંચ વરસાદ પડી શકે છે. જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યાં 3 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. 28 જૂન પછી, રાજ્યમાં વાવણી લાયક વરસાદની શક્યતા વધી શકે છે.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી:
- દક્ષિણ સૌરાષ્ટ્ર: હળવોથી મધ્યમ વરસાદ (0.5 થી 1 ઇંચ)
- દક્ષિણ ગુજરાત: હળવોથી ભારે વરસાદ (0.5 થી 3 ઇંચ)
- મધ્ય ગુજરાત: હળવોથી મધ્યમ વરસાદ (0.5 થી 1 ઇંચ)
- ઉત્તર ગુજરાત: હળવોથી મધ્યમ વરસાદ (0.5 થી 1 ઇંચ)
- બનાસકાંઠા: હળવોથી મધ્યમ વરસાદ (0.5 થી 1 ઇંચ)
Heavy Rainfall maps dated 22.06.2024 pic.twitter.com/zLYHeX4VXY
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 22, 2024
પરેશ ગોસ્વામીએ શું કહ્યું
એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું,અત્યાર સુધી ભેજનું પ્રમાણ ઓછું હોવાથી ચોમાસું નિષ્ક્રિય હતું. આજથી ચોમાસામાં સક્રિયતા દેખાઈ રહી છે. આજે સૌરાષ્ટ્રના ભાવનગર, સુરેંદ્રનગરમાં વરસાદ નોઁધાયો છે, આવતીકાલે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયો વરસાદ પડશેય 23, 24, 25 જૂને સારા વરસાદની શક્યતા છે. 23, 24, 25 જૂને વાવણી લાયક વરસાદની શક્યતા છે. 28 જૂનથી 3 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે. 23, 24, 25 જૂને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ચોમાસું સારુ રહેવાનું છે, 20થી 25 ઓક્ટોબર સુધી ચોમાસું ચાલશે. નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 98 ટકાથી 108 ટકા સુધી વરસાદ નોંધાય તેવી શક્યતા છે.