શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના કયા શહેરમાં બસપાની હેટ્રિક? ભાજપ-કોંગ્રેસને પછાડી 3 બેઠકો કરી કબ્જે
જામનગરના વોર્ડ નંબર-6માં 2015માં ભાજપની પેનલ જીતી હતી. જોકે, આ વખેત BSPએ ભાજપ પાસેથી 3 બેઠક આંચકી લીધી છે.
અમદાવાદઃ અમદાવાદ, વડોદરા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી થઈ રહી છે, ત્યારે જામનગરમાં આવેલા પરિણામથી ભાજપ અને કોંગ્રેસ ચોંકી ગયું છે. જામનગરના વોર્ડ નંબર-6માં 3 બસપા અને એક ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.
જામનગરના વોર્ડ નંબર-6માં 2015માં ભાજપની પેનલ જીતી હતી. જોકે, આ વખેત BSPએ ભાજપ પાસેથી 3 બેઠક આંચકી લીધી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું.
બસપાના વિજેતા ઉમેદવાર- વોર્ડ ૬
ફુરકાન શેખ
જ્યોતિબેન ભરવડિયા
રાહુલ બોરીચા
છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું છે. જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 27 ટકાની આસપા ની હતી પણ છેલ્લા અઢી કલાકમાં મતદાન વધતાં સરેરાશ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion