શોધખોળ કરો
Ahmedabad : આ વોર્ડમાં ભાજપની પેનલ 25 હજારથી વધુ મતની લીડથી જીતી, અમિત શાહની નજીક મનાતા નેતા હતા ઉમેદવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 8 નંબરના થલતેજ વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારની પેનલ જીતી છે. ભાજપના ચારેય ઉમેદવારોને 25 હજાર કરતાં વધારે મતની લીડથી જીત મળી છે.
અમદાવાદઃ અમદાવાદ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી આજે મંગળવારે હાથ ધરાઈ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 8 નંબરના થલતેજ વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારની પેનલ જીતી છે. ભાજપના ચારેય ઉમેદવારોને 25 હજાર કરતાં વધારે મતની લીડથી જીત મળી છે.
ભાજપની પેનલના હિતેશ બારોટ, સમીર પટેલ, ઋષિના પટેલ અને નિરુબેન ડાભીની પેનલનો ભવ્ય વિજય થયો છે. આ બેઠક પર વિજેતા બનેલા હિતેશ બારોટની ગણતરી અમિત શાહની નજીક મનાતા નેતા તરીકે કરાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement