શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવતા વધુ કેટલા ગામોમાં લગાવી દેવાયું સ્વયંભૂ લોકડાઉન?  જાણો ક્યાં કેટલા દિવસનું લોકડાઉન લગાવાયું?

જૂનાગઢમાં વિસાવદરમાં આજથી 30મી સુધી સ્વેચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. વેપારીઓ અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખશે. બપોરે બે વાગ્યા સુધી જ વેપાર ધંધા ચાલુ રહેશે.  

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના(Corona)એ હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 5 હજારને પાર થઈ ગયા છે, ત્યારે એક પછી એક ગામો અને શહેરો સ્વયંભૂ લોકડાઉન (Self Lockdown)લગાવી રહ્યા છે, ત્યારે વધુ કેટલાક શહેર- ગામોએ લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે. જૂનાગઢ (Junagarh) માં વિસાવદરમાં આજથી 30મી સુધી સ્વેચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. વેપારીઓ અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખશે. બપોરે બે વાગ્યા સુધી જ વેપાર ધંધા ચાલુ રહેશે.  

જામનગર(Jamnagar)માં ફલ્લા ગામમાં આજથી સ્વૈચ્છીક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ફલ્લા ગામમાં એક સપ્તાહ સુધી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. વધતા કોરોના સંક્રમણને પગલે ગ્રામપંચાયત દ્વારા નિર્ણય લેવાયો છે. આવશ્યક ચીજવસ્તુઓ, મેડિકલ ઇમરજન્સી સિવાયની તમામ દુકાનો સજ્જડ બંધ રખાશે. સંક્રમણ વધતા વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે. 

મહેસાણા (Mehsana)માં ઐઠોર ગણપતિ મંદિરનો પરંપરાગત મેળો રદ્દ કરાયો છે. ઊંઝા અંજીક ઐઠોરનું ગણપતિ દાદાનું મંદિર આવેલું છે. દર વર્ષે ભવ્ય શુકન મેળો યોજાય છે. ચાલુ વર્ષે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય લેવાયો છે. ચાલુ વર્ષે તા.14 એપ્રિલથી તા.16 એપ્રિલ સુધી યોજાવાનો મેળો હતો. જે ત્રણ દિવસ યોજાનાર પરંપરાગત મેળો રદ્દ કરાયો કરાયો છે. શ્રી ગણપતિ મંદિર સંસ્થા, ઐઠોર દ્વારા  નિર્ણય લેવાયો છે. 

પાટણ (PatanP)જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વરાણા મંદિર આજથી બંધ રહેશે. આઈશ્રી ખોડિયાર માતાજી મંદિર વરાણામાં લોકડાઉન લગાયું છે. વરાણા મંદિર અચોક્કસમુદત માટે લોકડાઉન લગાયું છે. કોરોના કેસ વધતાં મંદિર ટ્રસ્ટ દ્વારા લીધો મહત્વનો નિર્ણય લેવાયો છે. સમગ્ર ગુજરાતમાંથી કોઈએ વરાણા મંદિર દર્શન કરવા આવવું નહિ. મંદિરના દરવાજા સવારથી થઈ જશે લોકડાઉન.

દ્વારકા (Dwarka)માં દ્વારકાધીશ જગતમંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આગામી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે જગત મંદિરના દ્વાર બંધ રહેશે. જગતમંદિરમાં પરંપરા મુજબ સેવા પૂજા ચાલુ રહેશે. કલેકટરે દ્વારકાધિશ જગતમંદિરે ભગવાનના દર્શન કરી લીધો નિર્ણય છે. 

નર્મદા (Narmada) જિલ્લામાં વધતા કોરોનાના કેસના પગલે હરસિદ્ધ માતાજી મંદિર અને કાળકા માતાજી મંદિર 10 દિવસ માટે બંધ રહેશે. રાજપીપલા શહેરમાં આવેલ કાળકા માતાજીનું મંદિર ચૈત્રી નવરાત્રીમાં બંધ રહેશે. કાળકા માતાજી મંદિરે ભરાતો મેળો પણ રદ કરવામાં આવ્યો છે. રાજપીપલા માં 405 વર્ષ પુરાણું ઐતિહાસિક હરિસિદ્ધિ માતાજીનું મંદિર પણ 12 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી બંધ રહેશે.

જામનગરમાં જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં આગામી 20 દિવસ સ્વૈચ્છીક આંશિક લોકડાઉન લગાયું છે. વધતા કોરોના સંક્રમણને પગલે ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવાયો છે. આગામી 30 એપ્રિલ સુધી ગામમાં આંશિક લોકડાઉન લગાવાયું છે. દરરોજ સવારે 6 વાગ્યા થી બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે. બપોરે 2 વાગ્યા બાદ ગામ સજ્જડ બંધ રાખવા સ્વૈચ્છીક નિર્ણય લેવાયો છે. 

સાબરકાંઠા(Sabarkantha)માં ઇડરના દરામલી ગામે એક સપ્તાહ માટે ચુસ્ત લોકડાઉન લગાયું છે. શ્રેષ્ઠ ગામ ગણાતા દરામલી પંચાયત દ્રારા કોરોના સંક્રમણ અટકાવવા માટે નિર્ણય લેવાયો છે. ગ્રામ પંયાચત દ્રારા લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા માટે અપીલ કરાઇ છે. સવારે 7 થી 12 દરમ્યાન જીવન જરુરીયાત ચિજો માટે છુટછાટ રખાઇ. ગામના આગેવાનોએ એકઠા થઇને ગામમાં સંક્રમણ ફેલાતુ અટકાવવા નિર્ણય કર્યો.

સુરેન્દ્રનગર(Surendranagar)માં  ચૂડા વેપારી મહામંડળ દ્વારા સ્વયંભુ લોકડાઉન પાળવામાં આવ્યું અને જનતાએ પણ આ નિર્ણયને વધાવ્યો છે.  વેપારી મહામંડળ ચૂડા દ્વારા  સ્વંમ્ભુ લોકડાઉનનો નિર્ણય કયૉ જે  રવિવારથી બુધવાર સુધી સવંયંભુ લોકડાઉન તે નિર્ણયને
ગામના નાગરીકો દ્વારા પણ સાથ સહકાર આપવા આવ્યો છે.  ચૂડામાં દિનપ્રતિદિન કોરના કેસ વધી રહ્યા છે ત્યારે એને કાબુમાં લેવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા શહેર ખાતે આવેલ વેપારી મહા મંડળ ચૂડા દ્વારા સ્વંમ્ભુ લોકડાઉન પાળવમાં આવ્યું હતું.                     દરેક વેપારીભાઈઓએ પોતાના રોજગારી ધંધા બંધ રાખ્યા હતા. સાથે સાથે લોકોએ પણ આ નિર્ણય ને વધાવ્યો હતો. રવિવાર થી બુધવાર સુધી આમ ચાર દીવસ  સ્વંમ્ભુ લોકડાઉન રાખવા માં આવશે જે આજે પ્રથમ દિવસે બજારો સજજડબંધ જોવામળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Embed widget