ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવતા વધુ 4 ગામોમાં જાહેર કરી દેવાયું લોકડાઉન
ગુજરાતમાં તાપીના બુટવાડા, ગોંડલના ગોમટા, કચ્છના સમાઘોઘા અને આણંદના દાવોલમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની વિજય રૂપાણી સરકારે 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દીધું છે. બીજી તરફ ગ્રામીણ વિસ્તારો પણ સ્વયંભૂ લોકડાઉન લગાવી રહ્યા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona)નું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે રાજ્યની વિજય રૂપાણી(Vijay Rupani) સરકારે 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ (Night Curfew) લગાવી દીધું છે. બીજી તરફ ગ્રામીણ વિસ્તારો પણ સ્વયંભૂ લોકડાઉન (Self Lockdown) લગાવી રહ્યા છે. તાપી (Tapi) જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જાગૃત થયા છે. જિલ્લાના વાલોડ(Valod) તાલુકાના બુટવાડા ગામના લોકોએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. ગામમાં આવતા ફેરિયા,બહારના સગા સંબંધી અને ગામના લોકોએ બહાર ન જવાનો નિર્ણય કર્યો છે. ભાજપના સહકારી આગેવાન નરેશ પટેલનું ગામ છે બુટવાડા. સ્વૈચ્છિક લોકડાઉનની જાણ સોશિયલ મીડિયામાં મેસેજ કરી લોકોને કરવામાં આવી છે.
ગોંડલ (Gondal)ના ગોમટા ગામમાં અનોખી જાગૃતિ જોવા મળી હતી. ગામ લોકોએ સ્વૈચ્છિક રીતે આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે. ગ્રામ પ્રંચાયત દ્વારા આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી લોકડાઉન લગાવી દીધું છે. ગામમાં એક સાથે 4 લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સવારે 3 કલાક અને સાંજે 3 કલાક દુકાનો ખુલી રાખી શકશે. મેડિકલ સિવાય કોઈપણ દુકાનો ખુલી નહિ રખાય.
કચ્છ (Kutch)માં મુન્દ્રાના સમાઘોઘામાં 13 દિવસનું આંશિક લોકડાઉન લગાવાયું છે. કોરોનાનું સંક્રમણ વધતા નિર્ણય લેવાયો છે. તા. 06-04થી 18-04 સુધી ગામમાં સ્વયંભુ લોકડાઉન રહેશે. ગામમાં બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે. સમાઘોઘા ગ્રામપંચાયત દ્વારા નિણર્ય લેવાયો છે.
આણંદ (Anand)માં વધતા જતા કોરોના સંક્રમણને પગલે આણંદ જિલ્લાના વધુ એક ગામમાં લોકડાઉન લગાવી દેવાયું છે. બોદાલ બાદ દાવોલમાં પણ લોકડાઉન જાહેર કરાયું છે. બોરસદના દાવોલમાં લોકડાઉન જાહેર કરાયું છે. બપોરે 12થી સાંજના 6 વાગ્યા સુધી લોકડાઉન જાહેર કરાયું છે. એક બાદ એક ગામોમાં લોકડાઉન થઈ રહ્યું છે.
રાજકોટઃ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવતાં વેપારીઓએ સ્વૈચ્છીક લોકડાઉન(Self Lockdown) જાહેર કર્યું છે. યુઝ્ડ કાર એસોસિએશન (Used car association)ના હોદેદારીએ આજથી આઠ દિવસ માટે જાતે જ લોકડાઉન જાહેર કરી દીધું છે. શહેરમાં સતત સંક્રમણ વધતું જાય છે ત્યારે વેપારીઓએ જાતે જ લોકડાઉન કર્યું છે.
રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું જૂની કારનું માર્કેટ (old car market) આવેલું છે. 100થી વધુ વેપારીઓ રાજકોટમાં જૂની કારના વેચાણના વ્યવસાય સાથે જોડાયેલા છે.