Crime: અમદાવાદમાં 8 સ્થળે ઇડીના દરોડા, વકફની જમીન પચાવી પાડનારાને ત્યાં મોટી એક્શન...
Crime: આજે અચાનક અમદાવાદમાં એકસાથે આઠ સ્થળે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા જોવા મળ્યા હતા

Crime: આજે ઇડીએ ગુજરાતમાં મોટી કાર્યવાહી શરૂ કરતાં અમદાવાદમાં 8 સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. વકફ સંપતિમાં ગેરકાયદે વહીવટને લઈને ઈડીની આ કાર્યવાહી શરૂ કરી છે, વકફ ફ્રોડમાં સામેલ કુખ્યાત સલીમ ખાનના અનેક ઠેકાણાંઓ પર ઈડીએ શિકંજો કસ્યો અને દરોડાની કાર્યવાહી કરી છે. જમાલપુર કાચની મસ્જિદ વકફ ટ્રસ્ટ કેસમાં એક સાથે 8 જગ્યાએ EDએ રેડ પાડી છે. શાહઆલમ નવાબ બિલ્ડર્સના માલિક શરીફ ખાનના ઘરે પણ ED દ્વારા રેડ પાડવામાં આવી છે. ખેડા ખાતે ફાર્મ હાઉસમાં પણ તપાસ કરવામાં આવી છે.
અમદાવાદમાં કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આજે અચાનક અમદાવાદમાં એકસાથે આઠ સ્થળે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા જોવા મળ્યા હતા, વકફ સંપતિમાં ગેરકાયદે વહીવટને લઈને ઈડીની મોટી કાર્યવાહીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. માહિતી પ્રમાણે, વકફ ફ્રોડમાં સામેલ કુખ્યાત સલીમ ખાનના ઠેકાણાએ પર ઈડીએ દરોડા પાડ્યા છે. જમાલપુરની કાચની મસ્જિદ ટ્રસ્ટ સંબંધિત સંપત્તિઓની હવે તપાસ થઇ રહી છે. આરોપી સલીમ ખાનના ઘરેથી 10થી વધુ બેગ ભરી દસ્તાવેજો જપ્ત કરાયા છે, સલીમખાન પઠાણના ઘરેથી CCTVનું DVR પણ ઈડીએ કબ્જે લીધું છે. આ ઉપરાંત આરોપીના ચાર માળના મકાનમાં એજન્સીએ તપાસ શરૂ કરી દીધી છે. તપાસ એજન્સીના ઘરની અંદર ભોંયરૂ પણ મળી આવ્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઈડીના અધિકારીઓએ ચુસ્ત બંદોબસ્ત સાથે અમદાવાદમા આ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં ત્રણ PI, છ PSI અને 100થી વધુ હથિયારધારી જવાનોને સાથે રાખવામાં આવ્યા હતા.
કાંચની મસ્જિદ વકફ ટ્રસ્ટના મુખ્ય આરોપી સલીમ જુમ્મા પઠાણના ઘર સહિત 8 જગ્યાએ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણના કાકા નવાબ ખાનના દીકરા શરીફ ખાનના ઘરે પણ EDના દરોડા પડ્યા છે.
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની જગ્યા પર કેટલાક શખ્સો દ્વારા દુકાનો બનાવી દેવામાં આવી હતી. આ જમીન વકફ બોર્ડની હોવાનો ખુલાસો થયો હતો જેનો વિવાદ હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. સમગ્ર મામલે કોર્ટે કોર્પોરેશનને આદેશ આપતા ગેરકાયદેસર બાંધકામ કરાયેલી દુકાન તોડી પાડવામાં આવી હતી.





















