શોધખોળ કરો

Ahmedabad Rain: અમદાવાદમાં અચાનક ધૂળની ડમરીઓ સાથે વાતાવરણમાં પલટો, નારોલમાં વરસાદ

અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો પરેશાન થયા છે.

અમદાવાદ: અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો પરેશાન થયા છે. અમદાવાદના નારોલમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. નારોલમાં જોરદાર પવન સાથે વરસાદ પડ્યો છે.  

શેલા બોપલમાં ભારે પવન

અમદાવાદના બોપલ, શેલા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. અમદાવાદ શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાહનચાલકો વાહન ન ચલાવી શકે તેવો પવન છે. લોકો રસ્તાઓમાં રોકાઈ ગયા છે.  અચાનક અમદાવાદ શહેરમાં અંધારપટ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. 

પ્રહલાદનગર અને શ્યામલ વિસ્તારમાં પણ આ પ્રકારનું જ વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાયન્સ સિટી વિસ્તારમાં પણ અચાનક પલટો આવ્યો છે.  

બોટાદ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો 

બોટાદ તાલુકાના પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે.  કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકશાન થવાની શક્યતા છે. 

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  ભાવનગર જિલ્લામાં વાતાવરણ  અચાનક પલટો આવ્યો હતો.  વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ શરૂ થયો  છે.   ભાવનગર-રાજકોટ હાઇવે રોડ પર  સિહોર, સોનગઢ, સણોસરા સહિતના વિસ્તારના ગામોમાં  હળવો વરસાદ શરૂ થયો છે. 

વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. પરંતુ આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતા કરનારો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થવાનો ખતરો છે. 

ભાવનગર શહેરમાં પણ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરુ થયો છે. બદલાયેલા વાતાવરણ વચ્ચે શહેરમાં ગાજવીજ સાથે હળવા છાંટા શરૂ થયા છે. 40 ડિગ્રીના તાપમાન વચ્ચે વરસાદી વાતાવરણના કારણે કાળઝાળ ગરમીથી લોકોએ આંશિક રાહત મળી છે. 

આજે આ જિલ્લાઓમાં કરાઈ છે વરસાદની આગાહી

આજે સોમવાર  5મેના દિવસે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરાઈ છે.     

આગામી પાંચ દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે. હાલ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી પણ કરવામાં આવી છે. આજે પણ વરસાદને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 8મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Embed widget