ગુજરાતમાં ક્યાં ક્યાં કરાઈ સિવિયર હિટવેવની આગાહી? જાણો મોટા સમાચાર
હવામાન વિભાગની મહત્વની આગાહી કરવામાં આવી છે. 18 તારીખ સુધી પારો વધવાની આગાહી છે. 19 તારીખથી તાપમાનમાં 2 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતા ગરમીમાં આંશિક રાહત મળશે.
અમદાવાદઃ હવામાન વિભાગની મહત્વની આગાહી કરવામાં આવી છે. 18 તારીખ સુધી પારો વધવાની આગાહી છે. 19 તારીખથી તાપમાનમાં 2 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતા ગરમીમાં આંશિક રાહત મળશે. 18 માર્ચ સુધી 2 ડિગ્રી તાપમાન વધતા હિટવેવની આગાહી છે. હાલ કંડલામાં 41.5 ડિગ્રી તાપમાન છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિવિયર હિટવેવની આગાહી કરવામાં આવી છે તેમજ રાજકોટમાં સિવિયર હિટવેવની આગાહી છે.
ગુજરાત રિજયનમાં તાપમાન વધશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ અને અમદાવાદમાં વધશે તાપમાન. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં હિટવેવની અસર રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. હાલમાં અમદાવાદમાં 41 ડિગ્રી ઉપર તાપમાન છે. 42 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. હાલ પવનની ગતિ સામાન્ય રહેશે. આવતી કાલથી પવનની ગતિમાં વધારો થતાં ગરમીમાં ઘટાડો થઈ શકે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહિ.
ભાજપના દિગ્ગજ પાટીદાર નેતાનો નરેશ પટેલને ટોણો, 'સમાજ એટલે કોણ? સમાજ કોઈને કહેવા આવતો નથી'
અમદાવાદઃ પાટીદાર નેતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઈને ભાજપના દિગ્ગજ પાટીદાર નેતાએ મોટો પ્રહાર કર્યો છે અને નરેશ પટેલને ટોણો મારતાં કહ્યું કે, 'સમાજ એટલે કોણ? સમાજ કોઈને કહેવા આવતો નથી'. સંઘાણીએ હાર્દિક જેવી હાલત ન થાય તેવી નરેશ પટેલને શુભેચ્ચા પણ તેમણે પાઠવી હતી. સમાજને પૂછીને રાજનીતિમાં આવવાની નરેશભાઈની વાતનો સંઘાણીએ છેડ ઉડાવ્યો હતો.
તેમણે ટોણો મારતાં કહ્યું કે, સમાજ એટલે કોણ? નરેશ પટેલ પહેલા મારી સાથે ચર્ચા કરે. જોકે. દિલીપ સંઘાણીના નિવેદનનને લલિત વસોયાએ વાહીયાત ગણાવ્યું. ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દે પલટવાર કર્યો હતો અને કહ્યું કે, નરેશ પટેલ રાજનીતિમાં આવે તો ભાજપની દુકાન બંધ થવાનો સંઘાણીને ડર છે. દિલીપભાઈએ સમાજને લૂંટ્યો અને છેતર્યો છે.
Surat Grishma Murder Case : ફેનિલે જેલમાંથી ફોન કરી યુવતીને પોતાની તરફેણમાં જુબાની આપવા કર્યું દબાણ, કોણ છે આ યુવતી?
સુરત : ગ્રીષ્મા હત્યા કેસ મામલે હવે નવી વિગતો સામે આવી છે. આરોપી ફેનીલ જેલમાંથી ફોન કરી સાક્ષીને પોતાની તરફેણ માં જુબાની આપવા દબાણ કર્યું હતું. જેલના કેદી તરીકે મળતા લાભનો ગેર ઉપયોગ કર્યો હોવાની કોર્ટમાં ફરિયાદ થઈ છે. ફેનિલે જેલમાંથી પોતાની બહેન ને ફોન કરવાની પરવાનગી લીધી હતી. ક્રિષ્ના નામની યુવતીએ કોર્ટમાં સમગ્ર મામલો જણાવતા સૌ ચોંકી ઉઠ્યા હતા.
સરકારી વકીલ નયન સુખડવાળાએ કોર્ટમાં લેખિત ફરિયાદ કરી હતી. ફેનિલે કોલેજમાં સાથે ભણતી ક્રિષ્નાને બહેન બનાવી હતી. ગ્રીષ્માં સાથે તકરાર થતા અવરાનવર ફેનીલ ગ્રીષ્માને મારી નાખવાની વાત ક્રિષ્નાને કરતો હતો. હત્યાના બનાવના દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરી ગ્રીષમાં ને મારી નાખવાની વાત કરી હતી. કોર્ટમાં જુબાની દરમ્યાન થયો ખુલાસો.