Gujarat Weather Update: રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Weather: રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં એકથી સાત ડિગ્રી વઘુ નોંધાઇ રહ્યું છે. જેના કારણે શિયાળાની ઠંડીનો એહેસાસ થતો નથી.

Gujarat Weather Update: રાજ્યમાં શિયાળાની (winter 2023) ધીમા પગલે શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે (weather department forecast) મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, આગામી બે થી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હાલ વાતાવરણમા ભેજનું (humidity) પ્રમાણ વધુ હોવાથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે, જો કે વરસાદની શક્યતા નહીંવત છે. તાપમાનમા ફેરફાર થવાની શક્યતા નહિવત છે. લઘુત્તમ તાપમાનમા એક ડિગ્રી વધી શકે છે. હવામાન વિભાગે જણાવ્યુ કે, રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં એકથી સાત ડિગ્રી વઘુ નોંધાઇ રહ્યું છે. જેના કારણે શિયાળાની ઠંડીનો એહેસાસ થતો નથી.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
સામાન્ય રીતે ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં થતો હોય છે. પરંતુ હવે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. તારીખ 8થી 12 નવેમ્બરના દેશના ઉત્તરિય પર્વતિય વિસ્તારમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધીમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે.
અંબાલાલનું કહેવું છે કે ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉતર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વાદળો આવી શકે અને વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. બંગાળાના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. શિયાળામાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા જશે. આ વેસ્ટન ડિસ્ટર્બન્સ ડિસેમ્બરમાં આવશે 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશે જાન્યુઆરીમાં ઠંડોગાર રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
