(Source: ECI/ABP News/ABP Majha)
મોટા સમાચાર : ટ્રાફિક નિયમો તોડતા પહેલા ચેતજો, હવે થશે સીધી FIR, જાણો નવા નિયમો વિશે
E-traffic court in Gujarat : ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે સંકેત આપ્યા છે કે રાજ્યમાં ટૂંક જ સમયમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ થશે.
Ahmedabad : રાજ્યમાં ટ્રાફિકના નિયમોની અમલવારીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે ઈ-ટ્રાફિક કોર્ટ (E-Traffic Court) શરૂ થશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે સંકેત આપ્યા છે કે રાજ્યમાં ટૂંક જ સમયમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ થશે. ઈ-ટ્રાફિક કોર્ટમાં ટ્રાફિક નિયમો તોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ હવે ટ્રાફિક નિયમો તોડનારાઓને ઇ-મેમો સાથે તેમની સામે FIR પણ દાખલ કરવામાં આવશે. અને જો ઈ-મેમોની દંડની રકમ ભરવામાં નહીં આવે તો ઈ-ટ્રાફિક કોર્ટમાં આવા નાગરિકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઈ-મેમોના દંડની રકમની ભરપાઇ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે ઈ-ટ્રાફિક કોર્ટની બાબત સ્પષ્ટ કરી છે. ઈ-ટ્રાફિક કોર્ટ, ઇ-મેમોના દંડની રકમ અને પ્રોસીક્યુશન મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે.
જાહેરહિતની અરજીમાં અરજદારે 120 કરોડના દંડની વસુલાત નહીં થઇ હોવણી રજૂઆત કરી છે. જો 6 મહિના સુધી પ્રોસિક્યુશન દાખલ ના થાય તો ઈ-મેમો પર કાર્યવાહી ન થઈ શકે એવી સ્થિતિ હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે વધુ સુનાવણી આગામી 1 જુલાઈએ કરવામાં આવશે.
અમદાવાદમાં સર્જાઇ પેટ્રોલની અછત
અમદાવાદ શહેરમાં પેટ્રોલની અછત સર્જાઇ છે. પાલડી વિસ્તારમાં પેટ્રોલની અછત જોવા મળી છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ આઉટ ઓફ સ્ટોકના બોર્ડ લાગ્યા છે. ગઈ કાલ સાંજથી પેટ્રોલ અને ડીઝલનો જથો ખૂટી પડ્યો છે. અમદાવાદના નારોલ વિસ્તારના પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત. HPના પેટ્રોલ પંપમાં અનેક વાહનચાલકો હેરાન પરેશાન. ધીરે-ધીરે હવે અમદાવાદ શહેરમાં પણ પેટ્રોલની અછત વર્તાઈ રહી છે. પેટ્રોલનો સ્ટોક ઓછો હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. રાજ્યમાં 20 ટકા જેટલો પુરવઠો ઓછો આવી રહ્યો છે. અમદાવાદ હાઇવે બાદ શહેરી વિસ્તારના પેટ્રોલ પંપ ઉપર લાગી કતાર. અમદાવાદના આંબલી ગામના પેટ્રોલ પંપ પર કતાર. બોપલના કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન હોવાથી લાગી કતાર. જ્યાં પેટ્રોલનું વેચાણ શરૂ છે ત્યાં જોવા મળી કતાર. વડોદરા ડેપો પરથી સ્ટોક ન આવતો હોવાથી વેચાણ બંધ છે.