Gujarat Winter : ગુજરાતમાં ઠંડીથી આંશિકર રાહત મળશે, પવનની દિશા બદલાતા ઠંડી ઘટશે
રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળશે. જોકે બે દિવસ સામાન્ય ઠંડીનો અહેસાસ રહેશે. બે દિવસ બાદ તાપમાનમાં વધારો થતાં ઠંડી ઘટશે. બે દિવસ બાદ 4 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો નોંધાઇ શકે. પવનની ગતિ પણ સામાન્ય રહેશે.
અમદાવાદઃ ગુજરાતીઓને હવે કડકડતી ઠંડીથી રાહત મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળશે. જોકે બે દિવસ સામાન્ય ઠંડીનો અહેસાસ રહેશે. બે દિવસ બાદ તાપમાનમાં વધારો થતાં ઠંડી ઘટશે. બે દિવસ બાદ 4 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો નોંધાઇ શકે. તેમજ પવનની ગતિ પણ સામાન્ય રહેશે.
પવનોની દિશા બદલાતા ઠંડીથી આંશિક રાહત મળશે. હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નહિ તેમજ વરસાદની પણ કોઈ આગાહી નહિ, તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું.
Gujarat Corona Guideline : આજે નવી ગાઇડલાઇન થશે જાહેર, લગ્નપ્રસંગોમાં લોકોની સંખ્યા બાબતે લેવાઇ શકે છે નિર્ણય
ગાંધીનગરઃ કોરોના સંક્રમણ નિયંત્રણની નવી ગાઈડ લાઈન આજે જાહેર થશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને 4.30 કલાકે કોર કમિટીની બેઠક મળશે. કમિટીની બેઠકમાં નવી એસઓપી બાબતે નિર્ણય લેવાશે. ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં કર્ફ્યુનો યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે વધારાના 17 શહેરમાં ચાલી રહેલા રાત્રી કર્ફ્યુ બાબતે લેવાશે કોર ગ્રુપમાં નિર્ણય લેવામાં આવશે.
લગ્ન પ્રસંગની નક્કી કરેલી સંખ્યામાં વધારો કરવો કે નહીં તે બાબતે પણ નિર્ણય થઇ શકે છે. આવતીકાલે સવારે 6 વાગે કર્ફ્યુની મુદત પૂર્ણ થઈ રહી છે.
રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં અત્યારે રાત્રિ કરફયુનો અમલમાં છે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ છે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે.
આજે ૧૭ નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ રાત્રિ કર્ફયુનો અમલ ચાલું રાખવો કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.