શોધખોળ કરો
Advertisement
ગુજરાતની કઈ ફેમસ સિંગર ભાજપમાં જોડાઈ? નામ જાણીને ચોંકી જશો
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કિંજલ દવેને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. હવે કિંજલ દવે ભાજપનો પ્રચાર પણ કરશે.
અમદાવાદ: ગુજરાતની ફેસમ સિંગર કિંજલ દવેએ ભાજપનો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાઈ હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કિંજલ દવેને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. હવે કિંજલ દવે ભાજપનો પ્રચાર પણ કરશે તેવું જાણવા મળ્યું હતું.
ગાંધીનગર ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ગુજરાતી લાકગાયક કિંજલ દવે પહોંચ્યા હતા. જ્યાં ભરત પંડ્યા અને પ્રદેશ પ્રમુખ જીતી વાઘાણી સાથે ચર્ચાઓ કરી હતી. આ દરમિયાન કિંજલ દવેના પિતા લલિત દવે પણ હાજર હતાં.
કિંજલ દવેને પ્રદેશ પ્રમુક જીતુ વાઘાણીએ ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત કિંજલ દવે ભાજપમાં જોડાયા બાદ જીતુ વાઘાણીએ તેને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ પ્રસંગે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. કિંજલ દવે ભાજપમાં જોડાઈ તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્" ખાતે ભારતીય જનતા પાર્ટીના "સદસ્યતા અભિયાન" અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી @jitu_vaghaniની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ પ્રવક્તા શ્રી @bharatpandyabjpની ઉપસ્થિતિમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર શ્રી @Kinjaldavemusic ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બન્યા. pic.twitter.com/MNVsjmJjOi
— BJP Gujarat (@BJP4Gujarat) July 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement