શોધખોળ કરો
Advertisement
જાણીતા ભજનીક હેમંત ચૌહાણ સહિતના દિગ્ગજ કલાકારો ભાજપમાં થયા સામેલ, જાણો વિગતે
ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત આજે વધુ કેટલાક જાણીતા કલાકારો પક્ષમાં જોડાયા હતા. જાણીતા ભજનીક હેમંત ચૌહાણ, સંગીતકાર પંકજ ભટ્ટ, ગાયિકા સંગીતા લાબડિયા, લોકસાહિત્યકાર બિહારી ગઢવી, લોકસાહિત્યકાર ગોપાલ બારોટ, ગાયક બંકિમ પાઠકે ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો.
ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત આજે વધુ કેટલાક જાણીતા કલાકારો પક્ષમાં જોડાયા હતા. જાણીતા ભજનીક હેમંત ચૌહાણ, સંગીતકાર પંકજ ભટ્ટ, ગાયિકા સંગીતા લાબડિયા, લોકસાહિત્યકાર બિહારી ગઢવી, લોકસાહિત્યકાર ગોપાલ બારોટ, ગાયક બંકિમ પાઠક, ધનરાજ ગઢવી, પ્રભુભાઈ ઠાકોર, જીતેન્દ્રભાઈ ઠક્કરે ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો. ગુજરાત ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ તમામ કલાકારોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો તેમજ તમામ કલાકારોને પક્ષમાં આવકાર્યા હતા. ભીખુદાન ગઢવી, સાંઈરામ દવે, જીગ્નેશ કવિરાજ, કિર્તીદાન ગઢવી, ઓસમાણ મીર, ગીતા રબારી પણ ભાજપ સાથે જોડાયા છે એવી જાહેરાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે નિવેદન આપતા ગાયક કલાકાર કલાકાર હેમંત ચૌહાણ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારતને આઝાદ થતાં આપણે જોયું નથી પરંતુ કાશ્મીર આઝાદ થયું તેનો અમને હરખ છે. અમે આનો અનુભવ કર્યો છે. આ સાથે જ હેમંત ચૌહાણે પોતાનું ખૂબ જ લોકપ્રિય ભજન "સીતારામ તણા સત સંગમાં, રાધે શ્યામના રે રંગમાં, તું રંગાઈ જાને રંગમાં" પણ લલકાર્યું હતું.
બિહારી ગઢવીએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ જણાવ્યું, આ પક્ષ સાથે હું દિલથી જોડાયેલો હતો. હેમુ ગઢવીના અવસાન પછી જો કલાકા ની કદર થઈ છે તો એ ભાજપમાં થઇ છે. અમારો પરિવાર તો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે.
જાણીતા ગાયિકા સંગીતા લાબડિયાએ કહ્યું હતું કે, "આજે અમે બધા કલાકાર મિત્રો ભાજપના એક તારમાં બંધાવા હાજર છીએ. ભાજપમાં દરેક મોટા પદાધિકારી સાચા અર્થમાં કલાકાર પ્રેમી હોવાથી બધા કલાકારો ભાજપામાં જોડાઈ રહ્યા છે. સૂરીલા પક્ષમાં જોડવાનો અમને આનંદ છે. ભાજપ અમારો પરિવાર છે. અમે પક્ષની સેવા કરતા આવ્યા છીએ. આજે તો અમારા પર ફક્ત કાયદેસરનો થપ્પો લાગ્યો છે."
આ પહેલા ગાયિકા કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર અને અરવિંદ વેગડા સહિતના કલાકારો ભાજપમાં જોડાઈ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના સંગઠન પર્વમાં 50 લાખ નવા સભ્યોને જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે અંતર્ગત અત્યાર સુધી 35 લાખ લોકો પક્ષમાં જોડાઈ ચુક્યા છે.
અનુષ્કા શર્માએ બિકિનીમાં શેર કરી તસવીર, કોહલીએ કરી આવી કોમેન્ટ, જાણો વિગતઆજ રોજ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @jitu_vaghaniની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતના જાણીતા કલાકાર હેમંત ચૌહાણ, બંકિમ પાઠક, ગોપાલ બારોટ, ભાવનાબહેન લિંબડીયા, ધનરાજ ગઢવી સહિતના અનેક કલાકારો સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા #BJPMembership pic.twitter.com/NgNrAg4wXf
— BJP Gujarat (@BJP4Gujarat) August 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement