શોધખોળ કરો
ગુજરાતી ફિલ્મોના મિલેનીયમ મેગા સ્ટાર નરેશ કનોડિયાનું નિધન, જાણો, અભિનેતાથી લઈ રાજનેતા સુધીની સફર વિશે તમામ વાતો
ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ મેગા સ્ટાર નરેશ કનોડિયાનું આજે સવારે કોરોનાની સારવાર દરમિયાન નિધન થતાં સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફરી વળી છે.
અમદાવાદઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ મેગા સ્ટાર નરેશ કનોડિયાનું આજે સવારે કોરોનાની સારવાર દરમિયાન નિધન થતાં સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફરી વળી છે. માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીજ કે રાજનેતાઓ જ નહીં, પરંતુ તેમના લાખો ચાહકોને તેમના નિધનથી આઘાત લાગ્યો છે. હજુ બે દિવસ પહેલા જ 25મી ઓક્ટોબરે તેમના મોટા ભાઈ મહેશ કનોડિયાનું નિધન થયું હતું. આમ, એક જ અઠવાડિયામાં મહેશ-નરેશ ફેમ બેલડીએ ફાની દુનિયાને અલવીદા કહી દીધું છે.
નરેશ કનોડિયાનું કોરોનાને કારણે ૭૭ વર્ષની ઉંમરે આજે સવારે ૯ વાગે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે દેહાવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર ગુજરાતી મનોરંજન જગત આઘાતની લાગણી અનુભવે છે. ઉત્તર ગુજરાતના કનોડા નામના નાનકડા ગામમાં જન્મેલા નરેશ કનોડિયાએ વિશ્વના અનેક દેશો સુધી પોતાની ખ્યાતિ પહોંચાડી હતી.
મહેશ કુમાર & પાર્ટી થકી ગુજરાતી ગીતોની એક અદભુત યાત્રા ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી ધારદાર રીતે પહોંચાડનાર નરેશ કનોડિયા પોતાની આગવી અદાને કારણે અનેક ચાહકોના દિલની ધડકન બની ચુકેલા. ૭૭ વર્ષની ઉંમરે ૫૧ વર્ષની ફિલ્મ યાત્રા દરમ્યાન તેમણે કુલ ૧૨૮થી વધુ ફિલ્મો કરી. તેમજ ૫૬થી વધુ અભિનેત્રીઓ સાથે પોતાની અદાકારી નિભાવી. જેમાંની મોટાભાગની ફિલ્મો સિલ્વર જ્યુબિલિ થઇ.
મહેશ - નરેશના અનેક જાણીતા ગીતોમાં " ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય" , "મેળે મેળે મોરલડી" , "જાગરે માલણ જાગ" , "તું મારો મેરૂ", "સજન મારી પ્રીતડી" જેવા અનેક છે. નાનપણમાં જ્હોની વોકરના ગીતો પર સ્ટેજ શોમાં તેમની આગવી અદાકારીને કારણે પ્રેક્ષકોએ તેમને જોની જુનીયરનો ખીતાબ આપેલો.
કરજણ વિધાનસભાની બેઠક પરથી કઠીન ચુંટણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જીતીને પાર્ટીમાં પણ મહત્વનું સ્થાન તેમણે હાંસલ કરેલું. હંમેશા સમાજ પ્રત્યેની સેવા ભાવના, કલાકારો પ્રત્યે લાગણી, રાજકીય ક્ષેત્રે પોતાના વિસ્તાર માટે હંમેશા વફાદારીને કારણે ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમના પુત્ર હીતુ કનોડીયાને ઇડર વિધાનસભા જેવી કપરી સીટ પાર્ટી તરફથી આપવામાં આવી અને હીતુ કનોડીયાએ તે સીટ જીતીને કનોડીયા પરીવારની લોક ચાહનાની સાબીતી આપી દીધી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement