હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન મુદ્દે ફરી મેદાનમાં, જાણો શું કરી મોટી જાહેરાત?
પાટીદાર આંદોલન સમયના કેસ પરત નહીં ખેંચાય તો આંદોલન કરવાની હાર્દિક પટેલે ચિમકી ઉચ્ચારી છે. 23મી માર્ચ સુધીમાં કેસ પરત ખેંચવાનો નિર્ણય નહીં થાય તો હાર્દિક આંદોલન કરશે.
અમદાવાદઃ પાટીદાર આંદોલન સમયના કેસ પરત નહીં ખેંચાય તો આંદોલન કરવાની હાર્દિક પટેલે ચિમકી ઉચ્ચારી છે. 23મી માર્ચ સુધીમાં કેસ પરત ખેંચવાનો નિર્ણય નહીં થાય તો હાર્દિક આંદોલન કરશે. પાટીદાર ધારાસભ્યોને ગુલાબનું ફૂલ આપીને રજૂઆતો કરીશું, તેમ હાર્દિકે કહ્યું હતું. હાર્દિકે ઉમેર્યું હતું કે, 6 માર્ચથી સંઘર્ષના સાથી તરીકેનો સમાજ કાર્યક્રમ કરાશે. પાટીદારો વિરુદ્ધના કેસ પાછા ખેંચવાનું 23 માર્ચ સુધી હાર્દિક પટેલે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.
હાર્દિકે કહ્યું કે, મારા સિવાયના તમામ કેસ પરત ખેંચ તેવી મારી વિનંત છે. જેમના પર કેસ થયા છે, તે સરકારી નોકરી માટે અરજી નથી કરી શકતા. આંદોલનથી ગુજરાતના તમામ વર્ગના લોકોને લાભલ મળ્યા. પાટીદાર આંદોલન સમયના કેસ પરત ખેંચવા નરેશ પટેલ પણ રજૂઆત કરી ચૂક્યા છે. આંદોલન સમયના કેસ પરત ખેંચવા પાટીદાર સમાજના નેતાઓએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી છે. હજુ પણ રાજ્યથી ચારથી પાંચ હજાર પાટીદારો સામે કેસ પાછા ખેંચાયા નથી.
મુખ્યમંત્રી અને સીઆર પાટીલે વચન આપ્યા બાદ પણ કેસ પાછા ખેંચાયા નથી. પાટીદાર ધારાસભ્યો અને સાંસદ સભ્યોની રજૂઆત બાદ પણ કેસ પરત ખેંચાયા નથી. સાસંદ રમેશ ધડૂકે પણ પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની રજૂઆત કરી હતી. રાજ્યની ભાજપ સરકાર પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરે છે. મારી સામે દ્વેશભાવ હોય તો કેસ પરત ન ખેંચો, પરંતુ અન્ય સામેને કેસ પાછા ખેંચો. 23 માર્ચ સુધીમાં પાટીદારો સામેના કેસ પરત નહીં ખેચાય તો અમે આંદોલન કરીશું.
કોગ્રેસ નેતા હાર્દિક પટેલે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી સરકાર અને રાજકોટ પોલીસ પર પ્રહારો કર્યા હતા. હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે ચૂંટણી આવી રહીં છે, ભાજપના નારાજ નેતાઓ પણ કોંગ્રેસમાં આવશે. ઘણા ભાજપના પૂર્વ મંત્રીઓ નારાજ છે. તાજેતરમાં જ કોગ્રેસ છોડનારા જયરાજસિંહને લઇને હાર્દિકે કહ્યું કે જયરાજસિંહ પાર્ટીના ખૂબ જ સારા પ્રવક્તા હતા. રાજ્યના ઘણા મુદ્દાઓથી જનતા કંટાળી ગઇ છે. જયરાજસિંહના પક્ષ છોડવા પર મારે કંઇ કહેવુ નથી. વિપક્ષમાં રહીને કોઇ પણની અપેક્ષા પૂરી કરવી ખૂબ જ અઘરી છે. કોગ્રેસ છોડીને ગયેલા નેતાઓની હાલત શું છે તે બધા જાણે છે.
રાજકોટ પોલીસ દ્ધારા કટકી કાંડને લઇને હાર્દિક પટેલે રાજકોટ પોલીસ કમિશનર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે લોકોને તકલીફ અને મુશ્કેલી હોય તો પોલીસ પાસે જતા હતા પણ રાજકોટની પોલીસે જ તોડબાજી કરી છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચને હાર્દિકે ખાસ બ્રાંચ ગણાવી હતી. હાર્દિકે કહ્યું કે ખાસ બ્રાંચે કરોડોની કમાણી કરી સીપીનું ઘર ભરવાનું કામ કર્યુ છે.
હાર્દિક પટેલે કહ્યું કે રાજકોટ પોલીસ કમિશનર ઘરમાં કૂતરો પાળે છે અને તેનું નામ પ્રેસિડેન્ટ રાખ્યું છે. કમિશનર અમદાવાદમાં તેના કૂતરાનો જન્મદિવસ ઉજવે છે. રાજકોટ ખાસ બ્રાંચના કેટલાક અધિકારીઓ કમિશનરના કૂતરાના ચાર પગમાં પહેરવા સોનું લાવે છે. રાજકોટના લોકોને પોલીસ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. પોલીસ કમિશનરના નજીકના વ્યક્તિએ અમદાવાદથી કરોડોનું સોનુ ખરીદ્યુ છે. કમિશનરની નજીકના વ્યક્તિના બર્થ ડે પર ગિફ્ટમાં ખાસ બ્રાંચે એન્ડેવિયર કાર આપે છે. પોલીસના કથિત કમિશનકાંડ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી ચૂપ કેમ છે?