શોધખોળ કરો
ગુજરાતમાં માસ્ક ન પહેરનારા લોકોને શું દંડ કરવા હાઈકોર્ટે સરકારને કર્યું ફરમાન? જાણો વિગત
માસ્ક નહીં પહેરનારા લોકોને covid કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામું બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે.
![ગુજરાતમાં માસ્ક ન પહેરનારા લોકોને શું દંડ કરવા હાઈકોર્ટે સરકારને કર્યું ફરમાન? જાણો વિગત HC order to Gujarat govt declare notification of community service at covid care center for penalty of not wearing mask ગુજરાતમાં માસ્ક ન પહેરનારા લોકોને શું દંડ કરવા હાઈકોર્ટે સરકારને કર્યું ફરમાન? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/02165639/Gujarat-HC.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સરકાર દ્વારા વારંવાર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. આમ છતાં કેટલાક લોકો માસ્ક પહેરતા નથી. ત્યારે માસ્ક ન પહેરતા લોકોને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
માસ્ક નહીં પહેરનારા લોકોને covid કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામું બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. માસ્ક નહીં કરનારા વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઇને કોમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે.
માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને રોજના પાંચથી છ કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. આ કોમ્યુનિટી સર્વિસનો સમય પાંચ દિવસથી 15 દિવસ સુધી રાખી શકાશે. રાજ્ય સરકાર આ હુકમની તત્કાલ અમલવારી કરાવે અને એક અઠવાડિયા બાદ રિપોર્ટ રજુ કરે તેવો પણ કોર્ટે હુકમ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)