Heart Attack: વિરમગામના PSIનું હાર્ટએટેકથી નિધન, પોલીસબેડામાં શોકનો માહોલ
PSI Death: છેલ્લા થોડા સમયથી નાની વયના લોકોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે. વિરમગામ શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઈનું હાર્ટ એટેકથી નિધન થયું છે.
PSI Passed Awy Due to Heart Attack: છેલ્લા થોડા સમયથી નાની વયના લોકોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે. વિરમગામ શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઈનું હાર્ટ એટેકથી નિધન થયું છે. 45 વર્ષીય પીએસઆઈ કે.એન.કલાલને આજે સવારે હાર્ટ એટેક આવતાં તેમનું મોત થયું હતું. તેઓ છેલ્લા 10 મહિનાથી વિરમગામ શહેરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ અમદાવાદ શહેર એસોજીમાં પણ સેવા આપી ચૂક્યા છે. તેમના નિધનથી પોલીસબેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
સ્કૂલમાં હાર્ટ એટેક આવતા 17 વર્ષની વિદ્યાર્થીનીનું મોત
નવસારીમાં હાર્ટ એટેક આવતા 17 વર્ષીય વિદ્યાર્થિનીનું મૃત્યું થયું છે. એ.બી.સ્કૂલમાં રિસેસ દરમિયાન 12માં ધોરણમાં અભ્યાસ કરતી તનિષા નામની વિદ્યાર્થિનીને છાતીમાં દુખાવો ઉપડતા બેભાન થઈ ગઈ હતી. વિદ્યાર્થીનીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અન્ય એક વિદ્યાર્થીને ખેંચ આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી
એ.બી. સ્કૂલમાં રિસેસ દરમિયાન એક વિદ્યાર્થીની બેભાન હાલતમાં મળી હતી. ધોરણ 12 માં ભણતી આશાસ્પદ વિદ્યાર્થીની તનીષા ગાંધીને અચાનક ખેંચ આવી હતી. જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તબીબોએ તનીષા ગાંધીને મૃત જાહેર કરી હતી.
રિસેસ દરમિયાન વિદ્યાર્થિની હૃદય રોગનો હુમલો આવ્યો
શાળામાં રિસેસ દરમિયાન વિદ્યાર્થિની તનિષાને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. માત્ર 17 વર્ષીય વિદ્યાર્થિનીનું હૃદય અચાનક બંધ પડી જતાં મોત થયુ હતું. વિદ્યાર્થિનીના મોત મામલે શાળાએ દિલસોજી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે એ. બી. સ્કૂલની વિદ્યાર્થીની ઉપરાંત ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થીને પણ ખેંચ આવવાની ઘટના બની હતી. ખેંચ આવેલા વિદ્યાર્થીને સાજો થઈ જતા રજા આપવામાં આવી હતી.
હાર્ટ ફેલ્યોર
હાર્ટ ફેલ્યોર એક ક્રોનિક લાંબી બિમારી છે જેમાં હૃદય શરીરની જરૂરિયાતોને પહોંચી વળવા પૂરતું લોહી પંપ કરવામાં અસમર્થ હોય છે. આ રોગ સમય જતાં આગળ વધે છે, અને હાર્ટ એટેક જેવી ઘટના સાથે અચાનક દેખાય છે. હાર્ટ ફેલ્યોરનું કારણ હાઇ બ્લડ પ્રેશર, કોરોનરી , આર્ટરી રોગ અને ડાયાબિટીસ છે. કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. આ સ્થિતિમાં, હૃદયના ધબકારા અચાનક બંધ થઈ જાય છે, અને શરીરના મહત્વપૂર્ણ અવયવોમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો પરિણામ ઘાતક હોઈ શકે છે. કાર્ડિયાક અરેસ્ટમાં વ્યક્તિ બેભાન થઈ શકે છે અને સામાન્ય રીતે શ્વાસ લેવાનું બંધ કરી દે છે. જો તરત જ સારવાર ન કરવામાં આવે તો ઓક્સિજનની ઉણપ મગજને ડેમેજ કરે છે અને મિનિટોમાં જ દર્દીનું મૃત્યુ થાય છે.