શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા-કયા શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીની ઉપર જોવા મળ્યો? હવામાન વિભાગે શું કરી આગાહી?
ગુજરાતમાં ગરમીનો કેર યથાવત રહ્યો છે. આગામી બે દિવસ સુધી સત્તાવાળાઓ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે પણ અનેક શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જોવા મળ્યો હતો.
અમદાવાદઃ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હીટવેવના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી તાપમાં શેકાઈ રહ્યું છે. રવિવારે સુરેન્દ્રનગરમાં 45.3 અને ગાંધીનગરમાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. રાજસ્થાનના ચુરુમાં રવિવારે પણ 49 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
ગુજરાતમાં ગરમીનો કેર યથાવત રહ્યો છે. આગામી બે દિવસ સુધી સત્તાવાળાઓ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે પણ અનેક શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરમાં 45.3, ગાંધીનગર 45, રાજકોટ 44.4, અમદાવાદ 44.4 ડિગ્રી ગરમીમાં શેકાતું જોવા મળ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ બે દિવસ સુધી હીટવેવથી લોકોને રાહત નહીં મળે. એ જ રીતે દેશના અનેક શહેરોમાં 45 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું. ઉત્તરીય મેદાની પ્રદેશો અને મધ્ય તથા દક્ષિણના ભાગોમાં બેથી વધુ દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેશે.રાજસ્થાનમાં ભીષણ ગરમીનો દોર ચાલુ છે. લૂ અને તીવ્ર તડકાથી હવે પાટનગર પણ તપવા લાગ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement