Heat Wave: આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં પડશે કાળઝાળ ગરમી, અત્યારથી જ 40 ડિગ્રીએ પહોંચ્યા પારો
રાજ્યમાં ધીમે ધીમે હવે ઉનાળાની શરૂઆત થઇ રહી છે, માર્ચ મહિનો પુરો થવાની તૈયારીમાં છે, ત્યારે રાજ્યમાં હીટવેવે અસર પકડવાની શરૂ કરી છે
![Heat Wave: આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં પડશે કાળઝાળ ગરમી, અત્યારથી જ 40 ડિગ્રીએ પહોંચ્યા પારો Heat Wave Forecast In Gujarat: next five day heavy heat wave in the all gujarat with saurashtra and kutch over the 39 degree celsius temperature Heat Wave: આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં પડશે કાળઝાળ ગરમી, અત્યારથી જ 40 ડિગ્રીએ પહોંચ્યા પારો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2017/03/04081013/4-heat-wave-in-gujarat.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Heat Wave Forecast In Gujarat: રાજ્યમાં ધીમે ધીમે હવે ઉનાળાની શરૂઆત થઇ રહી છે, માર્ચ મહિનો પુરો થવાની તૈયારીમાં છે, ત્યારે રાજ્યમાં હીટવેવે અસર પકડવાની શરૂ કરી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. હીટવેવની આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં આકરો તાપ પડવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજકોટમાં સૌથી વધુ ગરમી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર દિવસોમાં અમદાવાદ રાજકોટમાં તાપમાનનો પારો 40ને પાર જઇ શકે છે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટ વેવની આગાહી કરવામાં આવી છે.
માર્ચની શરૂઆતની સાથે રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગરમીને લઇને આકારા તાપમાની આગાહી કરી છે. આ વખતે તાપમાનને જોતા હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. આજે પોરબંદર, ગીર સોમનાથ, કચ્છમાં યલો એલર્ટ અપાયુ છે. અમદાવાદમાં 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. દેશના નવ રાજ્યોમાં હીટવેવની ચેતવણી અપાઇ છે. જેમાં ઝારખંડ,પ.બંગાળ,બિહાર, યુપી, છત્તીસગઢનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં પણ તાપમાન 3થી5 વધી શકે છે.
ગુજરાતમાં હાલનું તાપમાન - હીટ વેવની આગાહી
રાજકોટમાં 39.0 ડિગ્રી તાપમાન
વડોદરા 38.6 ડિગ્રી તાપમાન
ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં 38.3 ડિગ્રી તાપમાન
વલ્લભવિદ્યાનગરમાં 37.9 ડિગ્રી તાપમાન
સુરેન્દ્રનગરમાં 37.8 ડિગ્રી તાપમાન
ભૂજમાં 37.5 ડિગ્રી તાપમાન
ડીસામાં 37.4 ડિગ્રી તાપમાન
કેશોદમાં 37.2 ડિગ્રી તાપમાન
મહુવામાં 36.4 ડિગ્રી તાપમાન
સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી, પારો 39થી ઉપર રહેવાની સંભાવના -
આ વર્ષે ગરમી ભુક્કા કાઢી નાખશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
ગુજરાતીઓ ગરમીમાં શેકાવવા માટે તૈયાર થઈ જાય છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે માર્ચ મહિનાના અંત સુધી ગરમીનો પારો આસમાને પહોંચશે. માર્ચ મહિનાના અંતમાં પારો 40 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે. સોરાષ્ટ્રમાં માર્ચ મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રી પોચશે તેવી શક્યતા છે. પવનની દિશા ઉત્તર પૂર્વ ઉત્તર ગુજરાતમાં છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. આ દરમિયાન અમદાવાદનું તાપમાન 36.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે નલિયા 38 ડિગ્રી તાપમાન, ગાંધીનગર 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં તાપમાનનો આંકડો -
અમદાવાદ 36.1 ડિગ્રી
ગાંધીનગર 36.0 ડિગ્રી
ડીસા 36.5 ડિગ્રી
વડોદરા 36.4 ડિગ્રી
અમરેલી 37.6 ડિગ્રી
ભાવનગર 33.6 ડિગ્રી
રાજકોટ 37.9 ડિગ્રી
સુરેન્દ્રનગર 37.3 ડિગ્રી
પોરબંદર 36.5 ડિગ્રી
ભુજ 37.4 ડિગ્રી
નલિયા 38.0 ડિગ્રી
કંડલા 36.7 ડિગ્રી
કેશોદ 37.2 ડિગ્રી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, વિદર્ભ અને પૂર્વ મધ્યપ્રદેશમાં 18-21 માર્ચની વચ્ચે વાવાઝોડાં અને તેજ પવન સાથે વરસાદની સંભાવના છે. 18 અને 20 માર્ચની વચ્ચે, પશ્ચિમ બંગાળમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અતિવૃષ્ટિ પણ જોવા મળી શકે છે.
18 અને 21 માર્ચની વચ્ચે, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, વિદર્ભ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં ગાજવીજ, વીજળી અને ઝાપટા સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે છત્તીસગઢમાં 18-19 માર્ચ વચ્ચે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કરા પડી શકે છે. કેરળમાં 18 માર્ચે હળવો વરસાદ પડશે.
ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોની સાથે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનું વલણ પણ બદલાવા લાગ્યું છે. બદલાતી હવામાનની પેટર્નથી સ્પષ્ટ છે કે દિલ્હી-એનસીઆરમાં ઉનાળાના દિવસો આવવાના છે. લોકોને ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસો દરમિયાન તાપમાનમાં ઝડપી વધારો થવાની આશંકા છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો વધારો થવાના સંકેતો છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન સામાન્ય કરતા નીચું છે, પરંતુ આગામી પાંચ દિવસમાં ગરમી ઝડપથી વધવાની આશંકા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 11.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનની સરેરાશ કરતાં પાંચ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સવારે 8:30 વાગ્યે ભેજનું પ્રમાણ 67 ટકા નોંધાયું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)