શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો? જાણો વિગત
શનિવાર સાંજે એકાએક વાતાવરણમાં પલ્ટો આવતાં ગુજરાતમાં અનેક જગ્યાએ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
અમદાવાદ: શનિવાર સાંજે એકાએક વાતાવરણમાં પલ્ટો આવતાં ગુજરાતમાં અનેક જગ્યાએ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ઠંકડ પ્રસરી ગઈ હતી. ઉત્તર ગુજરાત અન સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ 1થી 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
બપોર બાદ રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જેને લઈને રાજકોટ સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાજકોટ તાલુકાનાં સરધાર અને આસપાસના ગામડાઓમાં ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને ખેડુતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને પવનના સુસવાટા સાથે જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. ગોધરા, મોરવા હડફ, કાલોલમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ઝાલોદ, લીમખેડા, સંજેલી, ફતેપુરામાં વરસાદ પડ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગરબાડા, ધાનપુર, દેવગઢ બારીયામાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. લીમડીની કાંતીકંચન સોસાયટીમાં પાણી ભરાયા હતાં. કરંબા રોડ પર પાણી ફરી વળતા લોકોની મુશ્કેલીઓ વધી હતી.
પાટણ જિલ્લાનામાં પણ આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. અવે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતાં. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ખુબ જ વરસાદ ખાબક્યો હતો અને લોકોએ બફારાથી રાહતનો અનુભવ કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. ડીસામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યાં જ ડીસામાં વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદ થતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement