શોધખોળ કરો

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ 

 રથયાત્રાની પૂર્વ સંધ્યાએ  અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે અમદાવાદમાં તંત્રના તમામ દાવાઓ પોકળ સાબિત થયા  હતા.

અમદાવાદ :  રથયાત્રાની પૂર્વ સંધ્યાએ  અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે અમદાવાદમાં તંત્રના તમામ દાવાઓ પોકળ સાબિત થયા  હતા. પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડતાની સાથે જ ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જેના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી હતી. વરસાદના કારણે અનેક સ્થળે પાણી ભરાઇ જતા અનેક સ્થળે વાહનોમાં પાણી ભરાવાને કારણે વાહનો બંધ થઇ ગયા હતા. અમદાવાદના માનસી ચાર રસ્તા પાસે પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા AMCની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. 

વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. એક કલાકમાં જ ધોધમાર વરસાદ તૂટી પડતા ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. વરસાદના કારણે અખબારનગર અને મઠીખળી અંડરપાસ ભરાઇ જવાના કારણે તંત્ર દ્વારા બંન્ને અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા હતા. સાંજે 7 વાગ્યાથી શરૂ થયેલા વરસાદે એક કલાકમાં ધમાકેદાર બેટિંગ કરી હતી.

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આ  આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે રથયાત્રાના દિવસે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં રવિવારથી ધોધમાર વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આ વખતે વરસાદ પડશે.  હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાઓએ પણ આગામી 21 જુલાઇ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે એ જોતાં અમદાવાદીઓને પણ આગામી પાંચ દિવસમાં ગરમીમાંથી રાહત મળશે. ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન છૂટક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેચલાક વિસ્તારોમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો પણ આ વરસાદ લોકોને ગરમીમાંથી રાહત આપનારો સાબિત થયો નથી. 

ટોપ સ્ટોરી

Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Embed widget