શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદના કયા-કયા વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો, જાણો વિગત
હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી ઠંડક મળી છે.
![અમદાવાદના કયા-કયા વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો, જાણો વિગત Heavy Rainfall in Ahmedabad city on Today અમદાવાદના કયા-કયા વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/15144459/Rain-City.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: ગુજરાત પર ફરીથી ‘વાયુ’ વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યું છે. જોકે ‘વાયુ’ વાવાઝોડાના લઈને હવામાન વિભાગે ફરીથી આગાહી કરી છે. હવામાન વિભાગના મતે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની પડે તેવી શક્યતા છે. તે પહેલાં અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી ઠંડક મળી છે.
ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદના હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો હતો. હાલ અમદાવાદના કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. અમદાવાદમાં પવન સાથે ઝરમરથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે.
અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ, વટવા, ઇસનપુર, જમાલપુર, સરખેજ, દરિયાપુર, વસ્ત્રાલ, શ્યામલ વેજપુલ વિસ્તારમાં વરસાદી માહોલ છે.આ સિવાય સાણંદમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે સાથે સાબરમતી, રાણીપ, શાહીબાગ, રામોલ, સરખેજ, કાલુપુર, રાયપુર, આંબાવાડી, પ્રહલાદનગર, S.G. હાઈવે પર વરસાદ પડી રહ્યો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
લાઇફસ્ટાઇલ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)