શોધખોળ કરો
Advertisement
આગામી 4 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ તુટી પડશે, જાણો વિગત
IMDની વેબસાઈટ પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહિસાગર, વલસાડ, નવસારી, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ કચ્છમાં આગામી 5 દિવસ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રવિવારથી 4 દિવસ રાજ્યમાં તોફાની વરસાદ થશે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રવિવારે વહેલી સવારથી જ અમદાવાદમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાઈ ચૂક્યાં છે.
દિવસ દરમિયાન હળવા વરસાદી ઝાપટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અસહ્ય બફારા અને ઉકળાટથી લોકોને છુટકારો મળ્યો હતો. અમદાવાદના ઈન્કમટેક્સ, વાડજ, શાહપુર, વેજલપુર, જીવરાજ પાર્ક, દરિયાપુર, શાહીબાગ, નારાણપુરા, સરખેજ, રાણીપ, ચાંદખેડા, ઉસ્માનપુરા, વિરાટનગર, ઓઢવ, ચકુડીયા, ગોતા, બોડકદેવ, નરોડા, કોતરપુર, વટવા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડયાં હતા.
બંગાળની ખાડી પર સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ ઝડપથી આગળ વધી રહી છે. તેની સાથે જ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે 29 મીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
IMDની વેબસાઈટ પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહિસાગર, વલસાડ, નવસારી, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ કચ્છમાં આગામી 5 દિવસ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement