શોધખોળ કરો
Advertisement
સાણંદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ખેતર-રસ્તા પર ભરાયા પાણી, જાણો વિગત
સાણંદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ખેતરો અને રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે.
અમદાવાદઃ ગઈ કાલે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યા પછી આજે પણ અમદાવાદના વાતાવરણ પલટાયું છે. હાલ સાણંદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સાણંદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ખેતરો અને રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે. ગાજવીજ અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
અમદાવાદમાંભર બપોરે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. નારોલ હાઇવે પર કાળા વાદળો છવાયા છે. ઠંડા સાથે ગરમ પવન ફૂંકાવા લાગ્યો છે. શુક્રવારે પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને અનેક જગ્યાએ વરસાદ ખાબક્યો હતો. ગઈ કાલે શુક્રવારે સાંજે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં સાંજના સમયે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. એટલું જ નહીં, શહેરના સરખેજ વિસ્તારમાં તો એક જ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.
આ સિવાય શહેરના બોડકદેવ, નરોડા, વટવા, ઓઢવમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સેટેલાઇટ, એસજી હાઇવે, વસ્ત્રાપુર, આશ્રમ રોડ, નારણપુરા સહિતના અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો. વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
અમદાવાદમાં શુક્રવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઇ ગઇ હતી. બપોરે ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો હતો. ગુજરાતમાં પણ કેટલાય જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. જોકે, ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો નથી. નૈઋત્યના ચોમાસાને આગળ વધતા એકાદ સપ્તાહ થશે. હાલમાં જે વરસાદ પડી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion