ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
આગામી ચાર દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે.
આગામી ત્રણ દિવસ સુધી રાજ્ય પર ક્યાર વાવાઝોડાની અસર વર્તાશે તેમ માનવામાં આવી રહ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મહિસાગર અને સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય અમદાવાદ સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી છાંટા થવાની સંભાવની વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું ભલે ઓમાન-યમનની ખાડી તરફ ફંટાઈ ગયું હોય પરંતુ ગુજરાતના દરિયા કિનારા પર તેની અસર જોવા મળી રહી છે. દરિયા કિનારા પર 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને માછીમારોને 31 સપ્ટેમ્બર સુધી દરિયો ના ખેડવાની સૂચના આપી દેવાઈ છે. હજુ 31 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.