શોધખોળ કરો
Advertisement
આગામી ત્રણ દિવસ ગુજરાતના કયા-કયા વિસ્તારમાં પવન સાથે વરસાદ ખાબકશે? જાણો વિગત
આગામી 20, 21 અને 22 સપ્ટેમ્બરે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: આગામી 20, 21 અને 22 સપ્ટેમ્બરે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર વરસાદ સિસ્ટમ સર્જાતાં આ વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
48 કલાક બાદ લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થતાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સંઘ પ્રદેશનાં દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં લો-પ્રેશરને કારણે મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને પાલઘરમાં બુધવાર રાતથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. તેના કારણે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે મુંબઈમાં ગુરૂવાર અને શુક્રવારે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું.
હવામાન વિભાગે કહ્યું કે, અત્યારે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન છે. હાલની સ્થિતિ પ્રમાણે શુક્રવારે ડાંગ, વલસાડ, નવસારી, દમણમાં વરસાદની આગાહી છે.
આ સાથે શનિવારે વલસાડ, દમણ, સુરત, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલીમાં જ્યારે રવિવારે વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં કેટલાંક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની પણ સંભાવનાઓ જોવા મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement