શોધખોળ કરો

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના બોડકદેવ, એસ.જી હાઈવે સહિતના વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાત્રે અમદાવાદમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાત્રે અમદાવાદમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના ઘુમા, પકવાન, થલતેજ, સેટેલાઇટ, વેજલપુર, પાલડી, બોડકદેવ, બોપલ, બોડકદેવ, એસ.જી હાઈવે, ઈસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તે સિવાય શહેરના સોલા, સરખેજ, ઇસ્કોન સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ઉપરાંત જમાલપુર, ગીતા મંદિર, આસ્ટોડિયા, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.  તે સિવાય અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. મોડાસા, ભિલોડા,ધનસુરા સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 228 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં 16 ઇંચ અને વાપીમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ જૂનાગઢના માંગરોળમાં નવ ઇંચ અને વિસાવરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.

સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસ ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનું હવામાન વિભાગનું અનુમાન છે. ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે

આ અગાઉ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના માળિયા હાટીના તાલુકાનું આછીદ્રા ગામ બેટમાં ફેરવાયું હતું. ગામના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા.દસ ઈંચ વરસાદથી માંગરોળ, માળિયા,ચોરવાડ વિસ્તાર જળબંબાકાર થયો હતો. ચોરવાડમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. ચોરવાડમાં 7 ઈંચથી વધુ વરસાદ વરસતા ગામ પાણી-પાણી થયું હતું.

મુશળધાર વરસાદથી ગીરસોમનાથની હિરણ નદીમાં સિઝનમાં પ્રથમવાર પૂર આવતા વેરાવળ-તાલાળાની જીવાદોરી સમાન હિરણ-2 ડેમમાં પાણીની આવક થઇ હતી. બે કલાકમાં તાલાળામાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉનામાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી

Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા

અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ

વિડિઓઝ

Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી

વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?

Embed widget