શોધખોળ કરો

અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર, કાર ચાલકે ચાર લોકોને કચડ્યા, મહિલાનું ઘટના સ્થળે જ મોત

ચાર ઈજાગ્રસ્તો પૈકી બે બાળકોનો સમાવેશ થાય છે.....

અમદાવાદ શિવરંજની ચાર રસ્તા નજીક મોડીરાત્રે બની હિટ એંડ રનની ઘટના. મોડીરાત્રીના પૂરઝડપે દોડી આવેલા GJ 01RU 8964 નંબરની આઈ ટવેન્ટી કારના ચાલકે ફૂટપાથ પર સૂતેલા ચાર લોકોને કચડ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે સંતુબેન ભાભોર નામના મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. મહિલા પર કારના વ્હીલ ફરી વળતા ત્યાં જ દમ તોડી દીધો હતો. તો જતન ભાભોર, વિક્રમ ભાભોર, સુરેખબેન કાલુ, બાબુભાઈ ભાભોરને ઈજાઓ પહોંચી હતી.

ચાર ઈજાગ્રસ્તો પૈકી બે બાળકોનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત બાળકોને નાના-મોટી ઈજાઓ થતા શેલ્ટર હોમમાં ખસેડી ત્યાં સારવાર શરૂ કરવામાં આવી છે. આ તરફ અકસ્માત સર્જી કાર ચાલક પોતાની કાર રેઢી મૂકી ફરાર થઈ ગયો હતો.

હાલ એન ડિવીઝને ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. હિટ એંડ રનની ઘટના અંગે 108ને જાણ કરનારા સુજન ઠક્કરે એબીપી અસ્મિતા સમક્ષ કહ્યું કે ઘટના રાત્રીના સવા બારથી સાડા બાર વાગ્યાની આસપાસની છે. ઘટનાની થોડી ક્ષણોમાં જ તે ત્યાં પહોંચ્યા હતાં.

સુજન ઠક્કરના મતે બે કાર હતી. એક અકસ્માત સર્જનાર આઈ ટવેન્ટી કાર હતી. તો બીજી કાર ક્રેટા હતી. બન્ને કાર ચાલકોએ રેસ લગાવી હોવાનો પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે. આટલું જ નહીં આઈ ટવેન્ટી કારમાં ચાર લોકો સવાર હતાં. જે અકસ્માતની ઘટના બાદ લોકોના મારથી બચવા અન્ય કારમાં બેસી ફરાર થઈ ગયા હતાં.

આ ઘટના પરથી સવાલ એ ઉઠી રહ્યા છે કે ક્યારે અટકશે રફતારનો કહેર. રાત્રી કર્ફ્યુના સમયમાં આ બની તો પોલીસ શું કરી રહી હતી. અકસ્માતની ઘટનાને આઠથી દસ કલાકનો સમય વિતી ગયો છતા હજુ સુધી કેમ પોલીસ આરોપી સુધી ન પહોંચી શકી. અમદાવાદ શહેર સીસીટીવી કેમેરાથી સજ્જ છે તો કેમ આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે

BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન

Embed widget