શોધખોળ કરો
Advertisement
અમદાવાદ એરપોર્ટ પર ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત, આવતીકાલે પ્રદેશ નેતાઓ સાથે કરશે બેઠક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત સાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત સાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે માડી રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર સ્વાગત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ગણપત વસાવા, પ્રદિપસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના નિધનની દુખદાયી ઘટના ને ધ્યાનમાં રાખી તેમનું સાદગીપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમિત શાહ ગુજરાતની 2 દિવસની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં તેઓ મિલિયન ટ્રી પ્રોજેકટનું સમાપન કરાવશે. આ સિવાય ઇલેક્ટ્રીક બસના લોકાર્પણમાં પણ હાજરી આપીને બસને લીલીઝંડી આપશે. 29મીએ બપોરે 3 કલાકે ગાંધીનગર કલેક્ટર સાથે ભારત સરકારની યોજનાઓને લઇને ચર્ચા કરશે. આ ઉપરાંત પંડિત દિનદયાળ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે.Gujarat: Home Minister & BJP President Amit Shah arrives at Ahmedabad Airport; received by CM Vijay Rupani & Deputy CM Nitin Patel. He'll tomorrow take part in several programmes including the tree plantation drive of Ahmedabad Municipal Corporation pic.twitter.com/Ut36AQx1Or
— ANI (@ANI) August 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement