શોધખોળ કરો
અમદાવાદમાં 10 ડોક્ટરોને લાગ્યો કોરોનાને ચેપ, દસમાંથી 6 ડોક્ટરોની ઉંમર 30 વર્ષથી ઓછી
જે 10 ડોક્ટર્સને કોરોના પોઝિટિવ આવ્યો છે તેમાં ચાંદલોડિયાના 42 વર્ષીય ડોક્ટર, થલતેજમાં 39 વર્ષીય ડોક્ટરને કોરોના પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સૌથી વિકટ પરિસ્થિતિ અમદાવાદમાં છે. શહેરમાં દરરોજ 300થી વધુ કેસ આવી રહ્યા છે. આ વિકટ પરિસ્થિતિમાં સેવા બજાવી રહેલા કોરોના વોરિયર્સ પણ કોરોનાના ચેપથી સંક્રમિત થઇ રહ્યા છે. અમદાવાદ શહેરમાં એક સાથે 10 ડોક્ટર્સને કોરોના પોઝિટિવ આવ્યો છે.
જે 10 ડોક્ટર્સને કોરોના પોઝિટિવ આવ્યો છે તેમાં ચાંદલોડિયાના 42 વર્ષીય ડોક્ટર, થલતેજમાં 39 વર્ષીય ડોક્ટરને કોરોના પોઝિટિવ આવ્યો છે. પાલડીમાં સૌથી વધારે ત્રણ ડોક્ટરોને કોરોના પોઝિટિવઆવ્યો છે.
નરોડામાં પણ 28 વર્ષીય ડોક્ટરને કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત જોધપુરમાં મણિનગરમાં પણ ડોક્ટરને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ એસપી સ્ટેડિયમ અને ચાંદખેડામાં પણ ડોક્ટરને કોરોના પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છે કે, દસમાંથી છ ડોક્ટરો 30 વર્ષથી ઓછી વયના જ્યારે એક 60 વર્ષથી વધુ ઉંમરના ડોક્ટરને કોરોનાનો ચેપ લાગ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement