શોધખોળ કરો

અમદાવાદમાં એક જ દિવસમાં 500 કેસ આવતા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં થયો વધારો

ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.

અમદાવાદ શહેરમાં વધુ 27 સોસાયટીઓને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાઈ છે. આ સાથે જ શહેરમાં કુલ 175 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયા છે. શહેરના લાંભા વોર્ડમાં શાંતિનગર-2માં સૌથી વધુ 50 મકાનો અને જગતપુર રોડ, ચાંદલોડિયામાં 40 મકાનોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયા છે.

મણિનગરની ગુડલક સોસાયટીમાં 20, મણિનગરના સ્વરવિલા એપાર્ટમેંટમાં 14, બોડકદેવના બાલાજી પાર્કમાં 26, થલતેજના અનુશ્રૃતિ એપાર્ટમેંટમાં 16 મકાનોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયા છે. તો ખોખરાના મધુરમ પાર્કમાં 6, વટવાની મુક્ત જીવન સોસાયટીમાં 7, ચાંદખેડાની અધિકાર સોસાયટીમાં 3, ચાંદખેડાના અયોધ્યાનગરમાં 3, પાલડીમાં પુષ્કર રેસીડેંસીમાં 4 અને સેંટ્રા ફ્લેટમાં 5 મકાનોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયા છે.તો ન્યૂ રાણીપમાં આશ્રય પ્લેટિનામાં 4, વાસણામાં આનંદધામ ફ્લેટમાં 4, નવરંગપુરા ટેરેસ એપાર્ટમેંટમાં 2 અને નિકોલના સુવિધા ટેનામેન્ટમાં 12 મકાનોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જ્યારે સ્ટેડિયમ, થલતેજ, ખોખરા, ઈસનપુરમાં 5 વિસ્તારોમાંથી માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન દૂર કરાયા છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  ગઈકાલે રાજ્યમાં 1255   દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318  એક્ટિવ કેસ છે, જેમાંથી 76   લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2  અને સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે.   રાજ્યમાં અત્યાર સુધી કુલ 4458 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1730  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4   લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 502, સુરત   કોર્પોરેશનમાં 476, વડોદરા કોર્પોરેશનમાં 142,  રાજકોટ  કોર્પોરેશનમાં 117, સુરતમાં 101, ખેડા 24, જામનગર કોર્પોરેશન 23, રાજકોટ 23,ગાંધીનગર કોર્પોરેશન -20, વડોદરા 20, કચ્છ 19, ભાવનગર કોર્પોરેશન 18,  ગાંધીનગર 16, મહેસાણા 16, આણંદ 15, ભરૂચ 15, પાટણ 15, દાહોદ 14, સાબરકાંઠા 14, ભાવનગર 13, જામનગર 13, નર્મદા 13, અમરેલી 11, મોરબી 10, બનાસકાંઠા અને મહીસાગરમાં 9-9 કેસ નોંધાયા હતા.

ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 383, સુરત કોર્પોરેશનમાં 302, વડોદરા કોર્પોરેશનમાં 122, રાજકોટ કોર્પોરેશનમાં 84,  સુરતમાં 19, ખેડા 41, ભાવનગર કોર્પોરેશન 14, પંચમહાલમાં 22, સાબરકાંઠા 23, મહેસાણા 25, રાજકોટ 14, વડોદરા 20, જામનગર કોર્પોરેશન 10, કચ્છ 17 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.  ગઈકાલે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 34,94,277  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,09,464 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં ગઈકાલે કુલ 2,25,555 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,14,172  વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા  મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
Embed widget