(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Corona Update: રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો આવ્યા પોઝિટિવ
Gujarat Corona Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 133 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 70 કેસ નોંધાયા છે.
Gujarat Corona Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 133 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 70 કેસ નોંધાયા છે. મહેસાણામાં 16, સુરત શહેરમાં 8 , રાજકોટ અને વડોદરા શહેરમાં 6-6 કેસ નોંધાયા છે. તો બીજી તરફ હાલ 5 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. આ સાથે રાજ્યમાં કુલ 740 એક્ટિવ કેસ થઈ ગયા છે. આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 294 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
આજે રાજ્યમાં 48 દર્દીઓ સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં 12,66, 929 દર્દીઓએ કોરોનાના માત આપી છે. તો બીજી તરફ આજે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.
ડોક્ટરો દ્વારા બહાર પાડવામાં આવી ગાઈડલાઈન
હાલના સમયમાં ગુજરાત સહિત દેશભરમાં વાયરલ ઇન્ફેક્શનના કિસ્સા દિવસ અને દિવસે વધી રહ્યા છે. એક તરફ કોરોના તો બીજી તરફ વિવિધ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન એ લોકો માટે ચિંતાજનક બાબત બની છે. ત્યારે અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતે નેશનલ પ્લમનોલોની અને ક્રિટિકલ કેર કોન્ફરન્સમાં અમદાવાદ સહિત દેશના સાત જેટલા નામાંકિત અને મોટા તબીબો દ્વારા કેટલીક મહત્વની ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.
દિલ્હીની મેદાંતા હોસ્પિટલના અધ્યક્ષ રણદીપ ગુલેરિયાએ ખાસ વાત
એક્સપર્ટ ડોક્ટરોની ટીમ દ્વારા ડોક્ટરની સાથે સાથે દર્દીઓ માટે પણ વાયરલ ઇન્ફેક્શનના કિસ્સામાં કયા પ્રકારે તકેદારી રાખવી જોઈએ તે માટેની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ બાબતે એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરતા દિલ્હી AIMS ના પૂર્વ ડાયરેક્ટર અને હાલ દિલ્હીની મેદાંતા હોસ્પિટલના અધ્યક્ષ રણદીપ ગુલેરિયાએ ખાસ વાત કરી. જેમાં તમને કહ્યું કે કોરોના બાદ જોવા મળી રહેલા વાયરલ ઇન્ફેક્શન એ નવી વાત નથી પહેલા પણ આ પ્રકારના ઇન્ફેક્શન આવતા રહ્યા છે. પરંતુ આ પ્રકારના ઇન્ફેક્શનથી બચવા માટે જેવી રીતે કોરોના દરમિયાન લોકોએ કોવિડ અનુરૂપ વ્યવહાર કર્યો હતો, એટ્લે કે માસ્ક સેનિટાઈઝર અને વારંવાર હાથ ધોવા એ બાબતોની ખાસ ધ્યાન રાખવું પડશે.
એક્સપર્ટની ટીમ દ્વારા તબીબોને પણ સલાહ આપવામાં આવી