શોધખોળ કરો
આજે ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં પડી શકે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
28 સપ્ટેમ્બરે આણંદ ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
![આજે ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં પડી શકે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત In which areas of Gujarat today can the heavy rainfall? આજે ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં પડી શકે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/27092936/Rain-gujarat.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ત્રીજી ઓક્ટોબર બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે. નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
28 સપ્ટેમ્બરે આણંદ ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
29 સપ્ટેમ્બરના દિવસે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ અને અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.
30 સપ્ટેમ્બરે રાજ્યના છોટા ઉદેપુર, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડી શકે છે. 01 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, છોટા ઉદેપુર, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)