શોધખોળ કરો

India vs Pakistan: જો તમે કાર લઇને ભારત-પાકિસ્તાનની મેચ જોવા જવાના છો તો આ સમાચાર તમારે વાંચવા જરૂરી

India vs Pakistan: ભારતીય ટીમ આજે અમદાવાદ પહોંચશે જ્યારે પાકિસ્તાનની ટીમ બુધવારે અમદાવાદ પહોંચી હતી

India vs Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબર, શનિવારના રોજ રમાનારી મેચને લઇને કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ભારતીય ટીમ આજે અમદાવાદ પહોંચશે જ્યારે પાકિસ્તાનની ટીમ બુધવારે અમદાવાદ પહોંચી હતી. અગાઉ ભારતીય ઓપનર શુભમન ગિલ પણ અમદાવાદ પહોંચી ચૂક્યો છે. ભારતીય ટીમ ITC નર્મદા હોટેલમાં રોકાશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચનારા દર્શકો માટે પાર્કિંગની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેચના દિવસે 25000 વાહનો પાર્ક થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ અલગ 15 સ્થળોએ ખુલ્લા પ્લોટમાં પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યા છે. શો માય પાર્કિંગ એપ્લિકેશન દ્વારા વાહનચાલકો પાર્કિંગ મેળવી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. 15000 જેટલા ટુ વહીલર અને 7250 જેટલા ફોર વહીલર પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા કરાઇ હોવાનો અંદાજ છે.             

પોલીસના અંદાજ અનુસાર, સવા લાખ લોકો સ્ટેડિયમની અંદર તો વીસ હજાર જેટલા લોકો સ્ટેડિયમ આસપાસ હશે. ટ્રાફિક પોલીસની 20 ક્રેઇન પણ સ્ટેડિયમની આસપાસ ફેરવવામાં આવશે. ગેટ નંબર 1 થી 6 માં બેરીકેટિંગની વાહનો પ્રવેશ કરી શકશે નહીં. સ્ટેડિયમથી બે થી અઢી કિલોમીટરમાં વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા કરાઇ છે.          

મેચ માટે અલગ અલગ રાજ્યમાંથી ક્રિકેટ ચાહકો આવવાની શરૂઆત થઇ ગઇ છે. જમ્મુ કશ્મીર,હૈદરાબાદ હરિયાણાથી યુવાનો પહોંચ્યા હતા. 12 થી 15 હજારનો ખર્ચ કરીને ત્રણ દિવસ ભારત પાકિસ્તાનની મેચ માટે યુવાનો અમદાવાદ આવ્યા છે. ભારત પાકિસ્તાનની મેચ પહેલા યુવાનોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.       

નોંધનીય છે કે ભારત-પાકિસ્તાન મેચના દિવસે અમદાવાદમાં સચિન તેંડુલકર, રજનીકાંત અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજો હાજર રહેશે. મેચ પહેલા બૉલિવૂડના સિંગર અરિજીત સિંહ પરફોર્મ કરશે.  પાકિસ્તાનની ટીમ હયાત હોટલમાં રોકાઇ છે. અહીં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હોટલમાં આવનાર દરેક મુલાકાતીઓની નોંધણી કરવામાં આવી રહી છે. બુધવારે રાતે પોલીસ કમિશનરે પણ હોટલની મુલાકાત લીધી હતી.  મેચ દરમિયાન પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 21 DCP, 47 ACP, 131 PI, 369 PSI સહિત સાત હજાર પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે. જ્યારે ચાર  હજારથી વધુ હોમગાર્ડ પણ સુરક્ષામાં તૈનાત રહેશે. NSG, NDRF અને SDRF પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે.    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

Embed widget