ઇન્ડિગોની 900 ફલાઇટસ કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોમાં આક્રોશ
Indigo Flights: આજે પણ ઈંડિગોની ફ્લાઈટ રદ થતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે. 2 દિવસમાં 500થી વધુ ફ્લાઇટ રદ થઇ છે.

Indigo Flights:છેલ્લા ત્રણ દિવસથી સતત ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટસ કેન્સલ થઇ રહી છે. હવે આ આંકડો 900 પર પહોંચ્યો છે. છેલ્લા 2 દિવસમાં 900 ફ્લાઇટ્સ કેન્સલ થયાનું સામે આવ્યું છે. આજની વાત કરીએ તો આજે ઈંડિગોની 400થી વધુ ફ્લાઈટ રદ થઈ છે. ગઈકાલે ઈંડિગોની 500 ફ્લાઈટ થઈ હતી, 2 દિવસમાં ઈંડિગોની 900 ફ્લાઈટ થયાનું સામે આવ્યું છે.
ફ્લાઇટસ રદ થતાં અમદાવાદ, રાજકોટ એરપોર્ટ પર મુસાફરો અટવાયા હતા, પ્રવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો.અમદાવાદ, રાજકોટ, દિલ્લી, મુંબઈ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફ્લાઈટો રદ થતા અનેક લોકો પ્રસંગોમાં પહોંચવાનું પણ ચૂકી ગયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી 2-3 દિવસ હજુ પણ ઈંડિગોની વધુ ઉડાનો રદ થઇ શકે છે.
ઈંડિગો એર લાઈન્સની સમસ્યાઓ ખતમ થવાનું નામ નથી લેતી. જેનો ભોગ મુસાફરો બની રહ્યા છે.અમદાવાદ, રાજકોટ, વડોદરા, દિલ્લી, લખનઉ, મુંબઈ, પૂણે, ગોવા, હૈદરાબાદ સહિતના એરપોર્ટ પર ઈંડિગોની ફ્લાઈટ રદ થતા હજારો મુસાફરો રઝળી પડ્યા છે...તેમાંય અમદાવાદમાં તો એરપોર્ટ પર પેસેન્જરોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. ફ્લાઈટ રદ થયા બાદ ઈંડિગોના સ્ટાફે યોગ્ય જવાબ ન આપતા મુસાફરો લાલઘૂમ થઈ ગયા હતા અને ઈંડિગો વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતો. આવી જ સ્થિતિ દેશના અન્ય એરપોર્ટ પર પણ જોવા મળી હતી.હજુ 2-3 દિવસ સુધી ઇંડિગોની વધુ ફ્લાઈટો પણ રદ થઈ શકે છે..અત્યાર સુધી ઈંડિગોની 900 જેટલી ફ્લાઈટ રદ થઈ ચકી છે...એકલા દિલ્લી એરપોર્ટ પર જ 170થી વધુ ફ્લાઈટ ગઈકાલે રદ થઈ હતી.
ઉડ્ડયન ક્ષેત્રમાં નવા સલામતી નિયમોને કારણે, દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો, છેલ્લા ત્રણ દિવસથી ક્રૂની અછતનો સામનો કરી રહી છે. આનાથી ઇન્ડિગોના સંચાલન પર અસર પડી છે. સમાચાર એજન્સીઓ અનુસાર, ગુરુવારે દિલ્હી અને મુંબઈ સહિત 10 થી વધુ એરપોર્ટ પર 550 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. મુંબઈમાં 118, બેંગલુરુમાં 100, હૈદરાબાદમાં 75, કોલકાતામાં 35, ચેન્નાઈમાં 26, ગોવામાં 11, જયપુરમાં 4 અને ઇન્દોરમાં 3 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.





















