Intercity Train: કચ્છવાસીઓ માટે આનંદના સમાચાર, આ તારીખથી શરુ થશે ભુજ-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન
કચ્છ: ભુજથી અમદાવાદ માટે ઇન્ટરસિટી ટ્રેન શરૂ થતાં કચ્છી લોકોમાં ખુશી લહેર છવાઈ છે. ભુજથી અમદાવાદ માટે ઇન્ટરસિટી ટ્રેન ૭ એપ્રિલથી શરૂ થશે. ભુજથી સવારે ૬:૪૫ મિનિટે ટ્રેન નીકળી બપોરે ૧:૩૦ વાગે સાબરમતી પહોંચશે.
કચ્છ: ભુજથી અમદાવાદ માટે ઇન્ટરસિટી ટ્રેન શરૂ થતાં કચ્છી લોકોમાં ખુશી લહેર છવાઈ છે. ભુજથી અમદાવાદ માટે ઇન્ટરસિટી ટ્રેન ૭ એપ્રિલથી શરૂ થશે. ભુજથી સવારે ૬:૪૫ મિનિટે ટ્રેન નીકળી બપોરે ૧:૩૦ વાગે સાબરમતી પહોંચશે. અમદાવાદથી સાંજના ૫:૪૦ મિનિટે નીકળી અને રાતના ૧૧:૩૦ વાગે ભુજ આવી પહોંચશે. કચ્છના સાંસદ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભુજથી અમદાવાદ ટ્રેન ચાલુ કરવા માટે અનેક રજૂઆત કરવામાં આવી હતી. ભુજ-અમદાવાદ ટ્રેન ચાલુ થતાં હવે લોકોના ભાડા પણ બચી રહેશે અને સમય પણ.
છેલ્લા ઘડીએ સાંસદ મનસુખ વસાવાની પાછીપાની
નર્મદામાં યોજાનારી જાહેર ડિબેટ મોખુફ રાખવામાં આવી છે. હકિકતમાં સાંસદ મનસુખ વસાવા સરતી મંજૂરી સાથે આવવા તૈયાર નથી. તમામ કાર્યકરો વચ્ચે ડિબેટ યોજાય એવી સરત કરી હતી. તો સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા 4 લોકોની વચ્ચે પણ ડિબેટ કરવા તૈયાર થયા છે. 10 વાગે ધારાસભ્ય ચૈતર વસાવા ડિબેટ માટે પહોંચી જશે તેવી માહિતી સામે આવી છે. જોકે સાંસદ મનસુખ વસાવા ડિબેટમાં જવા તૈયાર નથી. એટલે એક વ્યક્તિ સાથે ડિબેટ થાય નહીં. આમ દેશની પ્રથમ ઓપન ડિબેટ કેન્સલ થઈ છે. તો બીજી તરફ ડિબેટ કેન્સલ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. આ ઉપરાંત પોલીસે ચેતર વસાવાને ડેડીયાપડા ખાતે નજર કેદ કર્યા હોવાની પણ વાત સામે આવી રહી છે.
અમૂલના દૂધની કિંમતમાં ફરી એકવાર વધારો
મોધવારીના માર વચ્ચે હવે અમૂલ દૂધની કિમંતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી લાગૂ થશે. ગોલ્ડ, શક્તિ, ગાય, તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમના 1 લિટરમાં રૂા.2નો ભાવ વધારો ઝીંક્યો છે. છ મહિનામાં અમૂલે દૂધના ભાવમાં બીજી વખત વધારો થયો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો આજથી લાગૂ થશે.
તો બીજી તરફ દૂધ સાગર ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે. આજથી પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટે 770ના બદલે 790 રૂપિયા મળશે. ડેરીના નિર્ણયથી પાંચ લાખ પશુપાલકોને ફાયદો થશે. અમૂલ ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. હવે દૂધના પ્રતિ કિલો ફેટે હવે 800ને બદલે 820 રૂપિયા ચૂકવાશે.. નવો ભાવ વધારો આજથી અમલી કરવામાં આવ્યો છે.