શોધખોળ કરો

ISKCON Bridge Accident: ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે કોર્ટે તથ્ય પટેલના જાણો કેટલા દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

ISKCON Bridge Accident: અમદાવાદના ઈસ્કોન બ્રિજ ખાતે થયેલા અકસ્માતના આરોપી તથ્ય પટેલ અને તેમના પિતા પ્રજ્ઞેશ પટેલના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પોલીસે તથ્યના 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા.

ISKCON Bridge Accident: અમદાવાદના ઈસ્કોન બ્રિજ ખાતે થયેલા અકસ્માતના આરોપી તથ્ય પટેલ અને તેમના પિતા પ્રજ્ઞેશ પટેલના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે તથ્યના 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે,  મિરઝાપુર કોર્ટે સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના એટલે કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે તેમના પિતા પ્રજ્ઞેશ પટેલની 14 દિવસની જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, આરોપી તથ્ય પટેલે બેફામ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં કુલ 10 લોકોના મોત થયા હતા.

11 મુદ્દાઓના આધારે રિમાન્ડની માંગ કરાઈ હતી

આરોપીઓ તપાસમાં સહયોગ ન આપતો હોવાનો સરકાર તરફે દલીલ કરી હતી. તો બીજી તરફ આખો મુદ્દો રાજકીય બનાવાયાનો તથ્યના વકીલનો દાવો કર્યો હતો. આ કેસ મીડિયા ટ્રાયલ બનાવી દેવાયાનો તથ્યના વકીલનો દાવો કર્યો હતો.  વધુમાં વકીલે કહ્યું કે, તથ્ય 19 વર્ષનો છોકરો છે. ગંભીર ઈજાઓ થઈ છે. આ મીડિયા ટ્રાયલ બની ગઈ છે. કોઇ પણ બાપ પોતાના બાળકને ગંભીર ઇજાઓ થઇ હોય તો એને હોસ્પિટલ જ લઇ જાય. આ આખો મુદ્દો રાજનૈતિક બનાવી દેવાયો છે. આને રાજનીતિ રમત બનાવી દેવાઈ પ્રજ્ઞેશને ફીટ કરી દેવા આરોપી બનાવાયો છે.

તો બીજી તરફ રિમાન્ડ માંગવાના કારણો પણ સામે આવ્યા છે. વરીલે કહ્યું કે, તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી. કયા કયા લોકોને મળ્યા, રેસ્ટોરન્ટની તપાસ કરવાની છે. મોબાઈલ વિગતો મેળવવાની છે.આરોપીઓ તપાસમાં સહકાર આપતા નથી. સોશ્યલ મીડિયા પર મુકેલી ભયજનક ડ્રાઈવિંગ અંગેની પોસ્ટની તપાસ માટે સમયની જરુર છે.

કોર્ટ પરિસરમાં ગોઠવાયો ચૂસ્ત બંદોબસ્ત

આરોપી તથ્યને કોર્ટમાં રજૂ કરવાની વાતને લઈને મોટી સંખ્યામાં લોકો મિરઝાપુર કોર્ટ બહાર પહોંચ્યા હતા. જેને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બોડી વોર્ન કેમેરા સાથે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.

હેડ કોન્સ્ટેબલ જસવતસિંહ ચોહાણના અંતિમ સંસ્કારમાં આખું ગામ હિબકે ચડ્યું

ઇસ્કોન બ્રિજ પાસે સર્જાયેલ અકસ્માતમાં મૃત્યુ પામનાર હેડ કોન્સ્ટેબલ જસવતસિંહ ચૌહાણના અંતિમ સંસ્કાર તેમનાં વતન ગોધરા તાલુકાના સાપા ગામે કરવામાં આવ્યાં. અંતિમસંસ્કારમાં ગામ લોકો મોટી સંખ્યામા જોડાયા તો આ તરફ કસૂરવારોને ફાંસીની સજાની માંગ જશવંતભાઈના ઘરડા મા-બાપ અને તેમના પુત્રએ કરી છે.

અમદાવાદનાં ઇસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા અક્સ્માતમાં 10 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા જેમાંના એક 50 વર્ષના પોલીસ હેડ કોન્સ્ટેબલ જસવંતસિંહ રંગીત સિંહ ચૌહાણ પણ મોતને ભેટ્યા હતાં. અમદાવાદનાં સરખેજ એસજી હાઈવે 2માં ટ્રાફીક હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જસવતસિંહ ગોધરા તાલુકાના સાંપા ગામના લપાણીયાનાં વતની છે. તેમનો પાર્થિવ દેહ આજે તેમના વતન આવી પહોંચતા ખોબલા જેવડા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.

ISKCON Bridge Accident: ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે કોર્ટે તથ્ય પટેલના જાણો કેટલા દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

હેડ કોન્સ્ટેબલ જસવતસિંહને પોલીસ જવાનોએ શ્રદ્ધાંજલિ પાઠવી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ તેમનાં અંતીમ સંસ્કારમાં મોટી સંખ્યામા ગામ લોકો જોડાયા હતા. હેડ કોન્સ્ટેબલ જસવંત સિંહ ચૌહાણ મુળ ગોધરા તાલુકાના સાંપાના લપાણીયા ગામના વતની હતા. છેલ્લા 25 વર્ષથી તેઓ સરખેજ એસ.જ હાઇવે 2 મા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા પરિવારમાં પત્ની તેમની ઍક દીકરી એક દીકરો અને ઘરડા માતા પિતા છે. 

ISKCON Bridge Accident: ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે કોર્ટે તથ્ય પટેલના જાણો કેટલા દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

આ તરફ એબીપી અસ્મિતા સાથે વાત કરતા જસવંત ભાઈના પુત્ર અમૂલ કુમાર અને ઘરડા પિતા રણજીત ચૌહાણ  ચોધાર આસું સારતા જણાવ્યું હતું કે અમારા ઘરના મોભી દીકરાને છીનવી લેનાર હત્યારાને ફાંસીની સજા થવી જોઈએ અને જે કોઈ નિર્દોષ લોકો આ ઘટનામાં ભોગ બન્યા છે એ તમામ પરીવારના લોકોને  ન્યાય મળવો જોઈએ.

ઇસ્કોન બ્રીજ પર અકસ્માત કરનાર તથ્ય પટેલનો છૂટા હાથે કાર ચલાવતો વીડિયો વાયરલ

બુધવારે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતી કારે એક સાથે 10 લોકોને કચડી નાખ્યા. અકસ્માત કરનાર તથ્ય પટેલનો લાપરવાહીથી કાર ચલાવતો એક વીડિયો વાયરલ થયો છે. અમદાવાદમાં બેફામ કાર ચલાવી નવના જીવ લેનાર મુદ્દે એક નવો ખુલાસો પણ થયો છે. તથ્યના તરકટોનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. તથ્ય પટેલ  ઓવર સ્પીડથી કાર ચલાવી કરતબ કરતો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે.  આ વીડિયોમાં તે સ્ટિરિંગ પર હાથ લગાવ્યા વિના બેફામ રોડ પર કાર ચલાવતો જોવા મળે છે. આ વીડિયો પરથી સાબિત થાય છે કે તથ્યને કોઇની પરવાહ નથી તે તેમની મોજમસ્તી માટે રોડ પણ આવા કરતબ કરીને લોકોના જીવ જોખમમાં મૂકવા ટેવાયેલો છે. તથ્ય સ્ટિયરિંગને ટચ કર્યાં વિના કાર ચલાવતો હોય તેવી એક વીડિયો સામે આવ્યો છે.   

શું છે સમગ્ર ઘટના

અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે ઇસ્કોન બ્રીજ પર ડમ્પર અને કારનો એક અકસ્માત સર્જાયો હતો. જેને જોવા માટે અને મદદ માટે 100 વધુ લોકો બ્રીજ પર એકઠા થઇ ગયા હતા. આ દરમિયાન પાછળથી પૂરવાર ઝડપે એક વાર આવી અને ટોળાને કચડતી ગઇ. આ અકસ્માતમાં 7 યુવક અને 1 હોમગાર્ડ અને 2 પોલીસકર્મી સહિત 10 લોકોના મોત થયા છે. કાર ચલાવનાર પ્રજ્ઞેશ પટેલના પુત્ર તથ્ય પટેલ હતો. પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. આજે આ બંનેને કોર્ટમાં રજૂ કરાશે. આ ઘટનાને લઇને લોકોમાં ખૂબ રોષ છે. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.