શોધખોળ કરો

ઇસુદાનનો ભાજપને પડકારઃ 'પાંચ પાંચ લાખમાં શૂટરો મળે છે , મને મરાવી નાંખો'

ઇસુદાન ગઢવી એટલે સુધી બોલી ગયા કે, પાંચ પાંચ લાખમાં શૂટરો મળે છે , મને મરાવી નાંખો. તેમણે તો એવો પણ દાવો કર્યો કે, ભાજપના કેટલાક નેતાઓએ મને કહ્યું કે, ઇસુદાનભાઈ હિંમત ન હારતા.

અમદાવાદઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયા પછી આજે આપના નેતા ઇસુદાન ગઢવીએ પત્રકાર પરીષદ સંબોધી હતી. આ પત્રકાર પરીષદમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ પોતાને ખોટી રીતે દારૂના કેસમાં સંડોવી દીધા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેઓ તો એટલે સુધી બોલી ગયા કે, પાંચ પાંચ લાખમાં શૂટરો મળે છે , મને મરાવી નાંખો.

તેમણે તો એવો પણ દાવો કર્યો કે, ભાજપના કેટલાક નેતાઓએ મને કહ્યું કે, ઇસુદાનભાઈ હિંમત ન હારતા. આ સમયે તેમણે આપ છોડીને ગયેલા નેતાઓનો વ્યક્તિગત નિર્ણય હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમણે અત્યાર સુધી પાર્ટીને આપેલા યોગદાન બદલ આભાર માન્યો હતો. 

અમદાવાદઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)માંથી એક પછી એક નેતા રાજીનામાં આપી રહ્યાં છે જ્યારે પત્રકારત્વ છોડીને આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયેલા ઈસુદાન ગઢવીએ રસપ્રદ ટ્વિટ કરી છે.

ઈસુદાન ગઢવીએ સોમવારે ટ્વિટ કરી હતી કે, મૈં AAP મેં નહીં હૂં, AAP મુઝમેં હૈ, ટાઈગર અભી જિંદા હૈ....ઈસુદાન ગઢવી.

ઈસુદાને સોમવારે AAPના ત્રણ નેતા પક્ષ છોડી ગયા તેના સદર્ભમાં આ ટીપ્પણી કરી હતી એ કહેવાની જરૂર નથી. પહેલાં સોમવારે  સવારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પડેલા એક મોટા ફટકામાં જાણીતા ગાયક વિજય સુવાળા  આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા.  ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિજય સુવાળાને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. એ પછી આમ આદમી પાર્ટીનાં નીલમબેન વ્યાસ પણ ભાજપમાં જોડાઈ ગયાં હતાં.

વિજય સુવાલા અને નીલમબેન વ્યાસ AAP છોડીને ભાજપમાં જોડાયાં તેના પડઘા શમે એ પહેલાં સુરતના ઉદ્યોગપતિ અને સમાજસેવક મહેશ સવાણીએ AAP છોડવાની જાહેરાત કરી હતી. આમ એક જ દિવસમાં આમ આદમી પાર્ટીને ત્રીજો ફટકો પડ્યો હતો. 

મહેશ સવાણી કોઈ પક્ષમાં જોડાયા નથી પણ તેમણે ભાજપમાં જોડાવાનો સંકેત આપ્યો છે. મહેશ સવાણી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જૂન, 2021ની સુરતની મુલાકાતે વખતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.  સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને 'આપ'નો ખેસ પહેર્યા બાદ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. મહેશ સવાણી ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

મહેશ સવાણી સુરતના જાણીતા પાટીદાર ઉદ્યોગપતિ છે. તેઓ મૂળ ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના વતની છે અને પીપી. સવાણી ગ્રુપના સંચાલક છે. ડાયમંડ, એજ્યુકેશન, રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. 2019માં તેમણે ભાજપમાંથી ટિકિટ માગી હતી. મહેશ સવાણી અનાથ દીકરીઓના લગ્ન કરાવે છે. 2008થી તે  મોટા પાયે આવા સમૂહ લગ્નોનું આયોજન કરે છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આજે Southern Rising Summit 2025, મંચ પર જોવા મળશે ડિપ્ટી CM સ્ટાલિન સહિત આ દિગ્ગજ
આજે Southern Rising Summit 2025, મંચ પર જોવા મળશે ડિપ્ટી CM સ્ટાલિન સહિત આ દિગ્ગજ
PM મોદી પહોંચ્યાં અયોઘ્યા,  પુષ્પવર્ષાથી સ્વાગત,  દુલ્હનની જેમ શણગારાયું અયોઘ્યા
PM મોદી પહોંચ્યાં અયોઘ્યા, પુષ્પવર્ષાથી સ્વાગત, દુલ્હનની જેમ શણગારાયું અયોઘ્યા
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Advertisement

વિડિઓઝ

Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Hun To Bolish : હું તો બોલીશ : ડર 'SIR'નો, મોત BLOનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે Southern Rising Summit 2025, મંચ પર જોવા મળશે ડિપ્ટી CM સ્ટાલિન સહિત આ દિગ્ગજ
આજે Southern Rising Summit 2025, મંચ પર જોવા મળશે ડિપ્ટી CM સ્ટાલિન સહિત આ દિગ્ગજ
PM મોદી પહોંચ્યાં અયોઘ્યા,  પુષ્પવર્ષાથી સ્વાગત,  દુલ્હનની જેમ શણગારાયું અયોઘ્યા
PM મોદી પહોંચ્યાં અયોઘ્યા, પુષ્પવર્ષાથી સ્વાગત, દુલ્હનની જેમ શણગારાયું અયોઘ્યા
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
અયોધ્યામાં ઘ્વજરોહણ સમારોહ, મંદિર દર્શનનો સમય બદલાયો, જાણો PM મોદીનું સંપૂર્ણ શિડ્યુઅલ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
Eighth Pay Commission: જો 18000 બેસિક પે છે તો કેટલી થઈ જશે સેલેરી? જાણો શું રહી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
TRAIએ બ્લોક કર્યા 21 લાખ ફોન નંબર્સ, મોબાઈલ યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર
Winter Health Tips: ઠંડા કે ગરમ, શિયાળામાં ક્યા પાણીથી સ્નાન કરવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ?
Winter Health Tips: ઠંડા કે ગરમ, શિયાળામાં ક્યા પાણીથી સ્નાન કરવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ?
T20 World Cup 2026 Full Schedule: આ દિવસે કોલંબોમાં ટકરાશે ભારત-પાકિસ્તાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
T20 World Cup 2026 Full Schedule: આ દિવસે કોલંબોમાં ટકરાશે ભારત-પાકિસ્તાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Embed widget